બાળકને એકલું મુકતા ચેતજો! 5 વર્ષનો નિક્ષીક 2 કલાક સુધી કારમાં ફસાયો, આખરે મોત

ADVERTISEMENT

પાલનપુરનો આંખ ઉઘાડતો બનાવ
Banaskantha News
social share
google news

Banaskantha News:  બનાસકાંઠામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષનું બાળક ગાડીમાં લોક થઈ જતાં શ્વાસ રુંધાતા બાળકનું મોત થયું છે. 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 

અવાવરું ગાડીમાં બેસી ગયો બાળક

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષીય નિક્ષીક દવે ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન રમતા-રમતા તે ઘરની નજીક 2 વર્ષથી પડેલી અવાવરું ગાડીમાં બેસી ગયો હતો.  નિક્ષીકના ગાડીમાં બેસ્યા બાદ ગાડીનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. 

હોસ્પિટલમાં ડોક્ટરે જાહેર કર્યો મૃત

નિક્ષીક દવે ઘરની આસપાસ ન દેખાતા માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન નિક્ષીક અવાવરું ગાડીમાંથી cળી આવ્યો હતો. જે બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. નિક્ષીક રમતા-રમતા અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. જે બાદ ગાડીનો દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. બે કલાક કરતાં વધુ સમય સુધી દરવાજો નહીં ખુલતા શ્વાાસ રુંધાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.

ADVERTISEMENT

પરિવારમાં છવાયો માતમ

પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારનો એકના એક પુત્રના મૃત્યુથી શોકમાં ગરકાવ થયો છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ નિક્ષીકની માતા તેના પિતાના ઘરે રહેતી હતી. હાલ એકના એક દીકરાના અવસાનથી પરિવારજનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા છે. 

    follow whatsapp

    ADVERTISEMENT