Gir Somnath: 'ધોળાદિવસે મારા ઘરમાં ઘુસી જતા અને પછી મારી સાથે....', મહિલા બુટલેગરે ઠાલવી વ્યથા

ADVERTISEMENT

મહિલાના પોલીસ પર આક્ષેપ
Gir Somnath News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગીર સોમનાથ જિલ્લામાં મહિલા બુટલેગર પર દુષ્કર્મનો મામલો

point

પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

point

આરોપીઓમાં બે પોલીસકર્મી અને અન્ય બેની અટકાયત

Gir Somnath News: ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાએ બે પોલીસકર્મી, હોમગાર્ડના જવાન સહિત 4 વિરુદ્ધ શારીરિક શોષણ અને હપ્તા લેતા હોવાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે તમામની અટકાયત કરીને કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે.

વિધવા મહિલાના સનસનીખેજ આરોપ

 

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાએ સનસનીખેજ આરોપ સાથે ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે એક વિધવા છે અને તેને બાળકો છે પતિની છત્ર છાયા ગુમાવ્યા બાદ તે દારૂનો ધંધો કરતી હતી. જેના કારણે સલીમ નામનો પોલીસકર્મી મોહન મકવાણા જે પણ પોલીસકર્મી છે અને એક સિવિલિયન જેનું નામ પરેશ છે આં ત્રણેયએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું હતું. આ મહિલાએ એક હોમગાર્ડના જવાનના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. મહિલાએ આક્ષેપ કરતા કહ્યું કે,  હનીફ નામના હોમગાર્ડ જવાને મારી પાસે અનેક વખત બીભત્સ માંગણીઓ કરી હતી. મહિલાએ આક્ષેપ કરતા કહ્યું કે,  હપ્તો નિયમિત આપવા છતાં આ તમામ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા. 

ઝડપાયેલ ચાર ઇસમો

 

(1) સલીમભાઈ દોસ્તમહમદભાઈ બ્લોચ મકરાણી (રહે.ગીર ગઢડા, નવાપરા વિસ્તાર તા.ગીર ગઢડા) (પોલીસ હેડ કોન્સ્ટેબલ, નોકરી-પોલીસ હેડ ક્વાર્ટર ગીર સોમનાથ)
(2) મોહનભાઈ નારણભાઇ મકવાણા (રહે. સોનારી ગામ તા.ઉના) (પોલીસ હેડ કોન્સ્ટેબલ, નોકરી-ગીર ગઢડા પોલીસ સ્ટેશન)
(3) પરેશભાઈ ભીમાભાઈ શીંગોડ (રહે.કસરીયા તા.ઉના)
(4) હનીફભાઇ સતારભાઇ શાહમદાર (રહે.ઉના કોર્ટ વિસ્તાર તા.ઉના) (હોમગાર્ડ-ઉના)

ADVERTISEMENT

કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવેઃ મનોહરસિંહ જાડેજા

 

પોલીસે તમામ સામે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને ગણતરીની કલાકોમાં આ ચારેય આરોપીઓને દબોચી લીધા છે. હવે આ મહિલા તેમજ આરોપીઓના મેડિકલ ચેક અપ  કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમા માહિતી આપતા જણાવેલ કે  વ્યક્તિ હોય કે પોલીસ કે અન્ય કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે. ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સતત એકાદ બે મહિનાથી વિવાદોમાં સપડાય છે. પહેલાં તોડ કાંડ અને હવે પોલીસ કર્મીઓ પર જ દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે.


(રિપોર્ટઃ ભાવેશ ઠાકર, ગીર સોમનાથ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT