મહેમદાવાદના વિરોલમાં દારૂની મહેફિલ સાથે થઈ રહી હતી જન્મદિવસની ઉજવણી, પોલીસે પાડી રેડ
હેતાલી શાહ, નડિયાદ: આજ કાલ યુવા વર્ગ બર્થડે પાર્ટીને લઈને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં દારૂ બંધી છે. ત્યારે દારૂબંધીના…
ADVERTISEMENT
હેતાલી શાહ, નડિયાદ: આજ કાલ યુવા વર્ગ બર્થડે પાર્ટીને લઈને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં દારૂ બંધી છે. ત્યારે દારૂબંધીના લીરે લીરા ઉડાવી જન્મદિવસની ઉજવણી કરતાં યુવાનોને પોલીસે ઝડપી પાડયા છે. અમદાવાદના 9 લોકો દારૂની મહેફિલ સાથે જન્મદિવસની ઉજવણી કરતાં મહેમદાવાદ ના વિરોલથી ઝડપાયા છે.
મહેમદાવાદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વિરોલ ગામ થી વિઠ્ઠલપુરા તરફ જતા રોડ ઉપર આવેલ રૂદ્ર ફાર્મમાં કેટલાક ઈસમો ભેગા મળીને પાર્ટીનું આયોજન કર્યું છે. અને આ પાર્ટીમાં દારૂની મહેફિલ રાખવામાં આવી છે. જે વાતમી ના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર છાપો મારતા પોલીસે સ્થળ પર હાજર 47 વર્ષીય સુકેતુ સિંહ જોરુભા સાથે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સુકેતુએ જણાવ્યું હતું કે તેમની બર્થ ડે પાર્ટી છે, જેને લઈને ફાર્મના ખુલ્લા ખેતરમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે સ્થળ ઉપર વિદેશી દારૂની બોટલ સાથે નવ ઈસમો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
ADVERTISEMENT
તમામ ઇસમો અમદાવાદના રહેવાસી
પોલીસે રેડ દરમિયાન વગર પાસ પરમીટનો વિદેશી દારૂ, 2 ફોરવીલર કાર, 11 મોબાઈલ તથા રોકડ રૂપિયા મળી કુલ 9,62,440 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ નવ ઈસમો અમદાવાદના રહેવાસી છે. જેમાં સુકેતુ સિંહ રાઠોડ, હિતેશભાઈ મિસ્ત્રી, કિશોરભાઈ ઠાકોર, દિપકભાઈ પસારી, તારક ભાઈ સોનેજી, મનોજભાઈ પંચાલ, નિમેષભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ મિસ્ત્રી અને રાકેશભાઈ મિસ્ત્રી ની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આ તમામ ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT