Congress ને મોટો ફટકો, ચૂંટણી પહેલા આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી જાહેર થતાં જ તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. નેતાઓની નારાજગી સામે આવવા લાગી છે અને રાજ્કીય સમીકરણો બગાડવા લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નારાજ થઈ અને અન્ય પક્ષનો સહારો લેવા લાગ્યા છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.  કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે.

હિમાંશુ વ્યાસે આજે રાજીનામું  ધરી દેતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી તથા કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધી છે.  હવે ગમે ત્યારે ભાજપમાં જોડાશે.

સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે
હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે.

ADVERTISEMENT

જાણો શું લખ્યું રાજીનામામાં
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રાજીનામું આપતા કહ્યું કે, હું કોંગ્રેસના ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી રાજીનામું આપું છું તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપું છું.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT