14 વર્ષની બાળકી પર ત્રણ યુવકોએ આચર્યુ દુષ્કર્મ, બાળકીએ સ્કૂલ જવાની ના પાડતા મામલો સામે આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં દુષ્કર્મ અને હત્યાના અનેક બનાવો બનવા લાગ્યા છે. પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે ત્યારે દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  જૂનાગઢ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ છે. જેને લઈ બાળકી સ્કૂલ જવાથી ડરવા લાગી  હતી અને મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈ પોલીસ ત્રણેય યુવકો યશ, કેયુર અને દિવ્યેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢના સુખપુર ગામે એક ચૌદ વર્ષની બાળકી પર ત્રણ યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. બાળકીને ડરાવવા માટે અવારનવાર પિતાને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. સ્કૂલે જતી કે કચરો કે એઠવાડ નાખવા જતી બાળકીને જબરદસ્તી લઈ જઈ અનેક વખત  નારાધ્યમોએ દુષ્કર્મ આચર્યું જેથી બાળકી ખૂબ ડરી ગઈ હતી.  છેલ્લા બે માસથી સ્કૂલે ન જવાની ઈચ્છા જણાવતા પિતાએ પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો.
બાળકીને આપી હતી ધમકી 
બાળકીના પિતા કે જેઓ વાંચનનો શોખ ધરાવે છે તે બાળકીની શાળાએ ન જવાની જીદ સાંભળીને ચોંકી ઉઠ્યા હતા અને પુત્રીને પૂછતા ત્રણ નિર્દોષ યુવકોએ તેણીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ જણાવ્યું કે નરાધમોએ ધમકી આપી હતી કે,  આ વાત કોઈને કહી તો તારા પિતા અને ભાઈને મારી નાંખશે.
બાળકી પર અનેક વખત આચર્યુ દુષ્કર્મ 
બાળકી જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે યશ, કેયુર અને દિવ્યેશે તેને રસ્તા પરથી ઉપાડવા માટે વળાંક લીધો અને તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો, જેના કારણે ડરી ગયેલી યુવતીએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું. બાળકી જ્યારે ઘરની બહાર કચરો ફેંકવા જતી ત્યારે પણ તે તેને બળજબરીથી ઉપાડી લેતો હતો અને તેની સાથે બળાત્કાર કરતો હતો.
પોલીસે સૂત્રો ગતિમાન કર્યા 
બાળકીએ તમામ વિગત પિતાને જણાવતા ત્રણ યુવકો યશ, કેયુર અને દુષ્યંત નામના ત્રણ વ્યક્તિઓ એ અનેક વખત દુષ્કર્મ કર્યા હોવાની વિગત જણાવતા પિતાએ તત્કાળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ યુવકોની તપાસ હાથ ધરી છે ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તત્કાલ  આરોપીઓને પકડવા તજવીજ હાથ  ધરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT