મોરબી બ્રિજ દુર્ઘટનાથી 9 વર્ષના બાળકે પરિવારને બચાવ્યા!, પિતાએ સેલ્ફી લીધી અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી દુર્ઘટનાઃ ઝૂલતો પૂલ નદીમાં ખાબકી જતા 134 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. ત્યારે આ ઘટનાના સાક્ષી એવા ઘણા પરિવારો મહામહેનતે પોતાનો જીવ બચાવી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે આમાં રાજુલાનો એક પરિવાર પણ સદનસીબે બચી ગયો હતો. મોરબી બ્રિજ પર રવિવારે આ પરિવાર ફરવા માટે ગયો હતો. તેવામાં 9 વર્ષના બાળકે સમગ્ર પરિવારે આ દુર્ઘટનાથી જાણે ઉગારી લીધા હોય એવી ઘટના સામે આવી છે. ચલો આના પર વિગતવાર ચર્ચા કરીએ….

પરિવારે એકબાજુ સેલ્ફી લીધી અને…
રજા હોવાથી આ પરિવાર સગા-સંબંધીઓ સાથે મોરબી ખાતે ગયો હતો. તેવામાં ભાનુભાઈ મહેતાના પરિવારજનો ઝૂલતા પૂલ પર પહોંચી ગયા હતા. અહીંથી તેમણે સભ્યો સાથે ઝૂલતા પૂલ પર ફોટા પડાવવાનું શરૂ કર્યું હતું. તેવામાં ઝૂલતા પૂલના મધ્યમાં જતા સમયે પૂલ જોરદાર હલવા લાગ્યો હતો. જેથી તેમની સાથે રહેલો 9 વર્ષીય બાળક ડરી ગયો અને જલદીથી પૂલ પરથી નીચે ઉતરી જવા જીદ કરવા લાગ્યો હતો. આ દરમિયાન રિપોર્ટ્સ પ્રમાણે પરિવારે સેલ્ફી લીધી અને 9 વર્ષીય નેત્ર રડવા લાગતા તાત્કાલિક પૂલ પરથી નીચે ઉતરી ગયા હતા.

ADVERTISEMENT

પરિવાર નીચે ઉતર્યો અને ગણતરીની મિનિટમાં પૂલ ધડામ…
ઉલ્લેખનીય છે કે અહેવાલો પ્રમાણે પરિવારે જણાવ્યું કે અમે જેવા નીચે ઉતર્યા અને 10થી 15 મિનિટની અંદર તો પૂલ ધડામ દઈને નદીમાં ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે 9 વર્ષીય નેત્ર ગભરાઈ ગયો હોવાથી પરિવાર પૂલ પરથી નીચે ઉતર્યો અને ત્યારપછી આ ઘટના બનતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

ADVERTISEMENT

With Inputs- Hiren Raviya

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT