અમદાવાદમાં સાસુ-સસરા અને પત્નીના ત્રાસથી ઘર જમાઈનો આપઘાત, 3 મહિને 9 આરોપીઓની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં પત્ની અને સાસરીયાના ત્રાસથી પતિના આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસે સાસરી પક્ષના 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને 9 લોકોની ધરપકડ કરી લીધી છે. સરખેજ વિસ્તારમાં માર્ચ મહિનામાં અક્ષય ચૌધરી નામના યુવકે પત્ની તથા સાસરીયાના ત્રાસના કારણે પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાં ઓફિસમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વીડિયો બનાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલમાં મૃતક યુવકની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.

ઓફિસમાં પતિએ પત્નીની સાડીથી આપઘાત કર્યો હતો
વિગતો મુજબ, વેજલપુરમાં રહેતા અને સરખેજ ટોરેન્ટ પાવરના સબ સ્ટેશનમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અક્ષય ચૌધરીએ સબ સ્ટેશનના પહેલા માળે પત્નીની જ સાડીથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા અક્ષયે પોતાના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે પત્ની સહિત સાસરીયા લગ્નનો ખર્ચ માગતા હોવાનો તથા ઘર ખર્ચ માગતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. જે મામલે સરખેજ પોલીસે સ્ટેશનમાં મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. એવામાં સાસરિયા પક્ષના લોકો 2 મહિનાથી નાસતા ફરતા હતા. ત્યારે પોલીસને બાતમીના આધારે વડોદરામાંથી 12માંથી 9 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પત્ની અને સાસરીયા પર કર્યા હતા આક્ષેપ
અક્ષય ચૌધરીના લગ્ન શાહપુરની પ્રિયંકા સાથે થયા હતા. આક્ષેપ છે કે પ્રિયંકા અક્ષયને તેના માતા-પિતા સાથે સંબંધ ન રાખવા દબાણ કરતી હતી. તેમજ અક્ષયના સસરાએ પણ લગ્નનો ખર્ચ તેની પાસે માગ્યો હતો અને સાસુ-સસરાનું ભરણપોષણ આપવા તેને દબાણ કરાતું હતું. તેને ધમકી આપવામાં આવતી અને સંતાનનું મોઢું નહી બતાવવામાં આવે તેમ કહીને ધમકાવવામાં આવતો હતો. એક વખતે તેણે સંબંધીને ત્યાં જઈને બધી હકીકત જણાવી બાદમાં તેની માતાએ તેને ઘરે બોલાવીને સમજાવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT