મહેસાણા જિલ્લા Congressમાં ચૂંટણીનો ધમધમાટ, જિલ્લાની 7 બેઠકો ઉપર 79 ઉમેદવારોએ કરી દાવેદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા: વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ (Congress) દ્વારા મહેસાણાની સાત બેઠકો ઉપર ચૂંટણી લડવા માગતા ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટા લેવાની કામગીરી હાથ ધરી હતી. દિવસ દરમિયાન 79 ઈચ્છુકોએ દાવેદારી નોંધાવી હતી.

કડીમાંથી સૌથી વધુ 17 ઉમેદવારોનો બાયોડેટા આવ્યો
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે રવિવારે બપોરે 2:00 વાગે પ્રદેશ પ્રભારી ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં બાયોડેટા લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહેસાણા જિલ્લામાંથી 79 ઈચ્છુક ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે વિજાપુરમાં એક જ આગેવાને અત્યાર સુધીમાં બાયોડેટા આપ્યો છે. જ્યારે સૌથી વધુ કડીમાં 17 અને મહેસાણા બેઠક ઉપર 15 ઈચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

કંકાશ સાઈડમાં રાખી જીત માટે લડશે કોંગ્રેશ?
કોંગ્રેસમાં આંતરિક ડખાને કારણે ઉમેદવાર હારતો હોવાની વાતને નકારતા પ્રભારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણાની સાતેય બેઠકો ઉપર લોકો વચ્ચે કામ કરતાં તેમજ સામાજિક રીતે જોડાયેલા ખૂબ જ સારા ઉમેદવારો આવશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ આંતરિક કંકાશ સાઈડમાં રાખીને પોતાના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT