દિવાળીની ભેટમાં 75 હજાર યુવાઓને મળી નોકરી, PM એ રોજગાર મેળાનો કરાવ્યો પ્રારંભ

ADVERTISEMENT

pm modi
pm modi
social share
google news

 અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 10 લાખ કર્મચારીઓની ભરતી અભિયાન શરૂ કરાવ્યું. આ અભિયાનને રોજગાર મેળા નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાની શરૂઆત કરી હતી જેમાં  વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ 75,000 લોકોને નિમણૂક પત્રો આપ્યા હતા.

કર્મયોગીઓનો વિરાટ સંકલ્પ
વડાપ્રધાન નરેન્દ્ર રોજગાર મેળાના સંબોધનમાં કહ્યું, “છેલ્લા 8 વર્ષમાં દેશમાં જે રોજગાર અને સ્વરોજગારનું અભિયાન ચાલી રહ્યું છે, આજે તેમાં વધુ એક કડી જોડાઈ છે. આ કડી રોજગાર મેળાની છે. આજે કેન્દ્ર સરકારે 75 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા. વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતા માટે આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આપણે સંશોધકો, ઉદ્યમીઓ, સાહસિકો, ખેડૂતો, સેવાઓ અને ઉત્પાદન સહયોગીઓની આમાં મોટી ભૂમિકા છે. આજે કેન્દ્ર સરકારના વિભાગોમાં આટલી તૈયારી, આટલી ક્ષમતા આવી ગઈ છે, તેની પાછળ છે 7-8 વર્ષની મહેનત, કર્મયોગીઓનો વિરાટ સંકલ્પ છે.

વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા
આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં અમે 10માં નંબરથી 5માં નંબર પર આવી ગયા છીએ. આ શક્ય એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા 8 વર્ષમાં અમે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કર્યો છે. તે ખામીઓ દૂર કરવામાં આવી છે, જેનો ઉપયોગ અવરોધો બનાવવા માટે થતો હતો. આજે અમારો સૌથી વધુ ભાર યુવાનોના કૌશલ્ય વિકાસ પર છે. તેમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના’ હેઠળ, ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર યુવાનોને તાલીમ આપવા માટે દેશમાં એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે. તમામ મંત્રાલયો અને વિભાગો મંજૂર પદો સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં પોસ્ટ કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓ સરકારમાં વિવિધ સ્તરે જોડાશે.

ADVERTISEMENT

રોજગાર સર્જનનું ઉદાહરણ ખાદી
વડાપ્રધાને પોતાના સંબોધનમાં ગ્રામીણ વિસ્તારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર સર્જનનું બીજું ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. તેમણે કહ્યું કે, “ખાદી અને ગ્રામોદ્યોગ દેશમાં પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયા છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોમાં એક કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આમાં પણ મોટી સંખ્યામાં આપણી બહેનોનો હિસ્સો છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાને સમગ્ર વિશ્વમાં દેશના યુવાનોની ક્ષમતા સ્થાપિત કરી છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટ-અપ હતા, આજે આ સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં દેશનું સૌથી મહત્વાકાંક્ષી મિશન મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત છે.

    follow whatsapp

    ADVERTISEMENT