ભાદર કેનાલમાં 70 ફૂટનું ગાબડું પડ્યું, સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોને હાલાકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/ મહીસાગર: ભાદર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડી જતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. અવાર નવાર આ કેનાલમાં ગાબડુ પડવાની ઘટના સામે આવી રહી છે. તેવામાં મહિસાગર જિલ્લાનાં ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકામાંથી પસાર થતી અને આ વિસ્તારના ખેડૂતો ને સિંચાઈનું પાણી પૂરું પાડતી ભાદર કેનાલ હવે મુશ્કેલીરૂપ સાબિત થઈ હોય એમ લાગી રહ્યું છે. આવી રીતે ગાબડા પડવાની ઘટનાને પગલે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે.

70 ફૂટનું ગાબડુ પડ્યું..
રવિ પાક માટે ભાદર ડેમમાંથી 63 ક્યુસેક પાણી ભાદર મુખ્ય કેનાલ મારફતે ખાનપુર અને લુણાવાડા તાલુકાની 8 હજાર હેકટર જમીનમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે છોડવામાં આવ્યું હતું. પરંતુ પાણી હજી તો માત્ર 5 કિમી સુધી પહોચ્યું હશે તે દરમિયાન ખાનપુર તાલુકાના મેણા ગામ પાસે અંદાજે સિત્તેર ફૂટનું ગાબડું પડ્યું છે. તથા છોડવામાં આવેલું પાણી કોતર મારફતે ભાદર નદીમાં વહી ગયું છે.

કેનાલમાં રવિપાક માટેનું પાણી પંદર દિવસ મોડું છોડયું હતું. એમાં પણ કેનાલમાં ગાબડું પડી જતાં ખેડૂતોને પાણી કયારે મળશે તે ચિતાંનો વિષય બની ગયો છે. રવિ સીઝન લેટ થાય અને પાક લઈ શકાય નહીં ત્યારે વહેલી તકે કેનાલનું સમારકામ કરી અધિકારીઓ પાણી છોડે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. બીજી બાજુ અધિકારીને પૂછતા તેમણે કામ વહેલું થઈ જશે અને ત્રીસ તારીખ સુધીમાં ખેડૂતોને પાણી આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ADVERTISEMENT

ભાદર કેનાલના કામમાં ભ્રષ્ટાચારની અટકળો
સિંચાઈ વિભાગ દ્વારા સાફ સફાઈમાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં ખેડૂતોને પાણી પહોંચતુ નથી. આ પ્રશ્નો વચ્ચે વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ ભાદર કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયું હોવાની અટકળોને પણ વધુ વેગવંતી બનાવી દે છે. આ બાબતે ત્વરીત પગલા લેવામાં આવે તથા પાણી અમને મળે તે માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT