પ્રથમ તબક્કામાં 63.14 ટકા થયું મતદાન, નર્મદા જિલ્લામાં મતદારો મત આપવા તૂટી પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધસનભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે  મતદાનના અંતિમ આંકડા જાહેર થયા છે. 2017ની વિધાનસભા ચૂંટણીના મતદાન કરતાં 5% ઓછુ મતદાન થયું છે. નર્મદામાં સૌથી વધુ 78.24% મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું છે.

નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન
નર્મદામાં સૌથી વધુ 78.24% મતદાન થયું છે. ત્યારબાદ તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન થયું છે. સાથી ઓછું મતદાન  બોટાદ જિલ્લામાં થયું છે. બોટાદમાં 57. 58 ટકા મતદાન થયું છે. આ સાથે જ અમરેલીમાં 57.59 ટકા મતદાન થયું છે.  વર્ષ 2017 માં 68.33% મતદાન થયું હતું જ્યારે વર્ષ 2022માં 63.14% મતદાન થયું છે.

ADVERTISEMENT

વર્ષ 2017નું મતદાન અને 2022નું મતદાન

જિલ્લો 2017 2022
અમરેલી 61.84% 57.59 %
ભરૂચ 73.42% 66.31%
ભાવનગર 62.18% 60.82 %
બોટાદ 62.74% 57.58%
ડાંગ 73.81% 67.33%
દ્વારકા 59.81% 61.71%
ગીર સોમનાથ 69.26% 65.93%
જામનગર 64.70% 58.42 %
જૂનાગઢ 63.15% 59.52%
કચ્છ 64.34% 59.80%
મોરબી 73.66% 69.95%
નર્મદા 80.67% 78.24 %
નવસારી 73.98% 71.06%
પોરબંદર 62.23% 59.51%
રાજકોટ 67.29% 60.45%
સુરેન્દ્રનગર 66.01% 62.46%
સુરત 66.79% 62.27%
તાપી 79.42% 76.91%
વલસાડ 72.97% 69.40 %
કુલ 68.33% 63.14%

    follow whatsapp

    ADVERTISEMENT