સુરતમાં ત્રીજા માળેથી પડેલો 6 ફૂટનો સળિયો શ્રમિકની ગરદનથી શરીરમાં ઘુસી ગયો, ચમત્કારીક રીતે જીવ બચ્યો
સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ વખતે ત્રીજા માળેથી 6 ફૂટનો સળિયો નીચે પડ્યો. દરમિયાન નીચે કામ…
ADVERTISEMENT

સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ વખતે ત્રીજા માળેથી 6 ફૂટનો સળિયો નીચે પડ્યો. દરમિયાન નીચે કામ કરતા કારીગરે પહેલા હેલ્મેટમાં પ્રવેશીને સળિયો ગરદનથી બરડા સુધી પહોંચી ગયો હતો. સળિયો એટલો લાંબો હતો કે કારીગરને હોસ્પિટલ લઈ જવામાં પણ સમસ્યા આવી રહી હતી. જેથી પહેલા કટરથી સળિયો કાપવામાં આવ્યો અને પછી યુવકને હોસ્પિટલ લઈ જવાયો. જોકે સમયસર સારવાર મળી જતા યુવકનો જીવ બચી ગયો.
આવાય યોજનાની બિલ્ડીંગમાં કામ કરતા શ્રમિક સાથે અકસ્માત
સુરતના જાહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલ્ડીંગો બની રહી છે. ત્યારે ત્યાં કામ કરતા 26 વર્ષના રફીક આલમ સાથે કંપાવી મૂકે તેવો અકસ્માત થયો હતો. રફીક કામ કરતો હોય ત્યાં ત્રીજા માળેથી સળિયો નીચે પડ્યો અને તેના માથા પાછળના ભાગેથી હેલ્મેટમાંથી પ્રવેશીને શરીરના કમરના અંદરના ભાગ સુધી પહોંચી ગયો હતો. જેને જોઈને ત્યાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા અને તેને બચાવવાના કામમાં લાગ્યા હતા.
ADVERTISEMENT
6 ફૂટનો સળિયો ગરદનથી શરીરમાં ઘુસી ગયો
જોકે રફીકના શરીરમાં ઘુસી ગયેલો સળિયો એટલો લાંબો હતો કે તેને વાહનથી હોસ્પિટલ લઈ જવામાં પણ તકલીફ આવી રહી હતી. એવામાં પહેલા કેટલાક કારીગરોએ તેને બેસાડ્યો અને પછી કટરથી સળિયો કાપીને 108ને જાણ કરવામાં આવી. જે બાદ તેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે શરીરમાં ઘુસેલા સળિયા સાથે હોસ્પિટલ પહોંચેલા યુવકને જોઈને ડોક્ટરો પણ ડરી ગયા હતા.
ડોક્ટરોએ ઓપરેશન કરીને બહાર કાઢ્યો
યુવક હોસ્પિટલ આવતા જ ડોક્ટરોએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા અને ધનુરનું ઈન્જેક્શન અને દુઃખાવાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું. બાદમાં ઓપરેશન થિયેટરમાં લઈ જઈને યુવકના શરીરમાંથી સળિયો કાઢવામાં આવ્યો હતો. આર્થોપેડિક સર્જનને સાથે રાખીને સર્જરી દરમિયાન શરીરમાંથી બેથી અઢી ફૂટ જેટલો લાંબો સળિયો કાઢવામાં આવ્યો હતો. હાલ તબીબો યુવકની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT