જુનાગઢમાં કોંગ્રેસની 5 બેઠક માટે 56 ઉમેદવારો રેસમાં, શું ટિકિટ નહીં મેળવનારા ઉમેદવારો પક્ષપલટો કરશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી ગઈ છે. તેવામાં જુનાગઢ અને અમરેલીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ જિલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ જોરદાર છે. પરંતુ હવે ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ શકે એવા સંકેતો સામે આવ્યા છે. જુનાગઢથી 4, કેશોદથી 39, વિસાવદરથી 4, માણાવદરથી 5 અને માંગરોળથી 5 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. એટલે કે 5 બેઠકો પર કોંગ્રેસના 56 ઉમેદવારો ટિકિટની રેસમાં આવી ગયા છે. હવે પ્રશ્ન એ છે કે જે જે ઉમેદવારોને ટિકિટ નહીં મળે તે શું બીજી કોઈ પાર્ટીમાં જોડાઈ જશે કે પછી કોંગ્રેસનો સાથ આપશે?

ઉલ્લેખનીય છે કે જુનાગઢની 5માંથી 4 બેઠકોમાં કોંગ્રેસે જીત દાખવી દીધી હતી. તેવામાં હવે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળતા કોણ બાજી મારશે એ પ્રશ્ન પણ સામે આવ્યો છે. તથા કોંગ્રેસ આ બેઠકો પર પ્રભુત્વ જમાવવા માટે પણ અવનવી રણનીતિ બનાવી રહી છે. અત્યારે જેવી રીતે આમ આદમી પાર્ટી આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઉતરી છે એને જોતા કોંગ્રેસે પણ કમર કસી લીધી છે. તેવામાં કોંગ્રેસનો સાથ છોડવા ઈચ્છતા નેતાઓ પણ અત્યારે પાર્ટીમાંથી ટિકિટ માટે દાવેદારી રજૂ કરતા નજરે પડી રહ્યા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે જો નેતાઓને ટિકિટ નહીં મળે તે નેતાઓ શું પક્ષ બદલી નાખશે કે પાર્ટી સાથે રહેશે?

જુનાગઢમાં કોંગ્રેસ યાત્રા કાઢશે
ઉલ્લેખનીય છે કે જુનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કાઢવા જઈ રહી છે. જે ખોડલ ધામમાં પાટીદાર નેતા નરેશ પટેલ દ્વારા સ્વાગત પછી જુનાગઢના ગાંઠીલા ધામમાં પણ પહોંચશે. આ દરમિયાન પાટીદારોને પોતાના તરફ આકર્ષવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

તેવામાં 22 સપ્ટેમ્બરે યાત્રાના રૂટને ચેક કરવા પહોંચેલી કોંગ્રેસના નારણ રાઠવા અને જયકિશન ઓઝાને કોંગ્રેસ કાર્યકર્તાઓએ સેન્સ લેવા માટે પણ વિનંતી કરી હતી. તેવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ ન થાય એના માટે હોદ્દેદારોએ જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા કરી હતી. આ દરમિયાન જોવા જઈએ તો જુનાગઢમાં 4 ઉમેદવારોએ, વિસાનદરમાં 4, માણાનદરમાં 5, માંગરોળમાં 5 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે. જ્યારે કેશોદમાં સૌથી વધુ 39 ઉમેદવારોએ ટિકિટ માટે માગ કરી છે.

ટિકિટ રેસમાં કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન?
અત્યારે હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. તેવામાં ટિકિટને લઈને ખેંચતાણ અત્યારે જે સામે આવી રહી છે એને જોતા જે ઉમેદવારને ટિકિટ નહીં મળે એ પાર્ટી છોડશે કે બીજી પાર્ટી સાથે જોડાશે એ સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં ભાજપમાં જોડાવવાની અફવા પર જોર આપતા નારણ રાઠવાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આવું કંઈ થશે નહીં. પરંતુ અત્યારે જે પક્ષ છોડીને ગયા છે તેઓ પણ પરત ફરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT