લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષની બાળકીના હાથમાં મોબાઈલ ફાટ્યો, 6 આંગળીઓ કપાઈ ગઈ
ડીસા: નાના બાળકોને મોબાઈલ ફોન આપી દેનારા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષની બાળકી સ્માર્ટફોન લઈને રમી રહી હતી અને અચાનક તેમાં…
ADVERTISEMENT
ડીસા: નાના બાળકોને મોબાઈલ ફોન આપી દેનારા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષની બાળકી સ્માર્ટફોન લઈને રમી રહી હતી અને અચાનક તેમાં બ્લાસ્ટ થતા તેને પોતાની આંગળીઓ ગુમાવવી પડી છે. બાળકીના ચહેરા અને શરીરમાં પણ ફોનના કેટલાક પાર્ટ્સ ઘુસી ગયા છે. રાજસ્થાનમાં બનેલી આ ઘટનામાં બાળકીને હાલ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી છે.
રસોડામાં ફોનથી રમી રહી હતી બાળકી
ઘટનાની વિગતો મુજબ, ડીસા શહેરની ખાનગી હોસ્પિટલમાં રાજસ્થાનના બાડમેરના પરિવારની એક બાળકીને એડમિટ કરવામાં આવી છે. બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, ‘5 વર્ષની અનિષા રસોડામાં સ્ટવ પાસે મોબાઈલથી રમી રહી હતી. ત્યારે મોબાઈલ ગરમ થવાના કારણે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો.’ આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનીષાના એક હાથની ચાર આંગળ અને અંગૂઠો અને બીજા હાથનો અંગુઠો કપાઈ ગયા હતા. જ્યારે શરીરમાં પણ કાચના ટુકડાઓ ઘુસી ગયા હતા. ફોનમાં બ્લાસ્ટ થતા જ બાળકીએ બુમાબુમ કરી મૂકી હતી. જે બાદ તેને સારવાર માટે ડિસામાં લઈને માતા-પિતા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ફોન બ્લાસ્ટ થતા બાળકીને કાયમી અપંગતા આવી
ડીસાની ખાનગી હોસ્પિટલમાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટ બાદ તેના હ્રદયના ધબકારા પણ ધીમા થઈ ગયા હતા. હાલમાં તેને આઈસીયુમાં રાખવામાં આવી છે. ફોનમાં બ્લાસ્ટના કારણે બાળકીના શરીરમાં કાયમી અપંગતા આવી ગઈ છે. જે નાના બાળકોને રમવા માટે ફોન આપી દેતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT