અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈને 29 અને 30મીએ આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના અમદાવાદમાં 29 અને 39 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેને પગલે કેટલાક રસ્તાઓ સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવશે.

આ રસ્તાઓ 29 સપ્ટેમ્બરે બંધ રહેશે

  1. મોટેરા સ્ટેડિયમના મુખ્યગેટથી જનપથ, કૃપા રેસીડન્સીથી મોટારા ટી રસ્તો બપોરે 12 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે
  2. અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માગ્ર સાંજે પાંચ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ તરીકે આ રસ્તોનો ઉપયોગ કરી શકાશે

ADVERTISEMENT

  1. તપોવન સર્કલથી વિસત ટી, ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ટી, પાવર હાઉસથી પ્રબોધરાવળ સર્કલ થઈને જઈ શકાશે.
  2. અંધજન મંડળ ચાર રસ્તા, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા થઈ એઈસી તરફ જઈ શકાશે.

આ રસ્તાઓ 30 સપ્ટેમ્બરે બંધ રહેશે

  1. સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે.
  2. થલતેજથી સાંઈબાબા ચાર રસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે.
  3. ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો રોડ બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ તરીકે આ રસ્તોનો ઉપયોગ કરી શકાશે

ADVERTISEMENT

  1. સુરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ, વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈને પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે.
  2. હેબતપુર ચાર રસ્તા, સતાધાર ભુયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલ્મેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે.
  3. પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ, અંધજન મંડળ તરફથી અવર જવર કરી શકાશે.

શું હશે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ?
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીનું ઉદ્ઘાટન કરશે. દૂરદર્શન ટાવર નજીક એક જનસભાને સંબોધશે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે, મેટ્રોના રૂટ 2ની શરૂઆત કરાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT