‘બિલકિસ બાનો અમને માફી આપો’, રંધીકપુર સુધી માર્ચ કાઢતા પહેલા જ પદયાત્રીઓની પોલીસે કરી અટકાયત
ગોધરા: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે…
ADVERTISEMENT
ગોધરા: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે મુક્ત કરાયા હતા. આ મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારે ‘બિલકિસ બાનો અમને માફી આપો’ના નારા સાથે NGOના લોકો રંધીકપુર ગામ ખાતે માર્ચ કરવાના હતા. આ પાંચેય લોકોને ગોધરા બી ડિવિઝન પોસીસ સ્ટેશને અટકાયત કરી હતી. જેના કારણે મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનને ઘેરીને નારેબાજી કરી હતી.
બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને ગોધરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પગ માર્ચ શરૂ કરતા પહેલા જ પદયાત્રીઓની અટકાયતના પગલે કાંકણપુર પોલીસ સ્ટેશનની બહાર જ કેટલાક લોકો બેસી ગયા હતા અને પદયાત્રીઓને મુક્ત કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ADVERTISEMENT
સરકારે કમિટી બનાવી કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો હતો
નોંધનીય છે કે, બિલકિસ બાનો કેસમાં જેલમાં સજા કાપી રહેલા 11 કેદીઓને છોડવા કે નહીં તે નિર્ણય લેવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં ગોધરાના કલેક્ટર સુજય મલ્હોત્રા અધ્યક્ષ હતા. જ્યારે ભાજપના પંચમહાલના બે ધારાસભ્યો હતા, ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી હતા, જ્યારે અન્યમાં કલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને બાકી અન્ય મળીને કુલ 11 સદસ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમણે 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને છોડવા અંગે નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રંધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો.
ADVERTISEMENT
તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રંધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
(વિથ ઈનપુટ: શાર્દુલ ગજ્જર)
ADVERTISEMENT