મોરબી દુર્ઘટના કેસ: 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, 5 આરોપીઓને જેલમાં ધકેલાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મચ્છુ નદી પર આવેલ ઝૂલતા પુલે સમગ્ર દેશને ચોધાર આંસુએ રડાવ્યા છે. પુલ તૂટતાં અનેક પરિવારનો માળો વિખાઈ ગયો ત્યારે આ ઘટનાને લઈને 9 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાનનો મામલે મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

9 લોકોની અટકાયત
ગુજરાત પોલીસ દ્વારા મોરબી કાંડ મુદ્દે 9 આરોપીઓની અટકાયત કરી લેવામા આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો આરોપી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે અટકાયત કરી છે. જેમાં 2 મેનેજર,2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 બ્રિજ રિપેર કારનાર કોન્ટ્રાકટરની અટકાયત કરવામાં આવી છે.

ADVERTISEMENT

– દિપક પારેખ(મોરબી)44 વર્ષ
-દિનેશ દવે(મોરબી)41
-મનસુખ ટોપીયા (મોરબી)59
-માદેવ સોલંકી( મોરબી)36
-પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63
-દેવાંગ પરમાર(ધ્રાંગધા)31
-અલ્પેશ ગોહિલ(દાહોદ)25
-દિલીપ ગોહિલ(દાહોદ)33
-મુકેશ ચૌહાણ(દાહોદ)26

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT