માતા મૂક્યાનું કહીને 35 લાખ પડાવનાર ભૂવાજી પોલીસનું નામ આવતા જ ઘૂંટણીએ પડ્યા, વીડિયો બનાવી શું કહ્યું?
બનાસકાંઠા: બનાસકાંઠામાં શ્રદ્ધાના નામે ભૂવાના ધતિંગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં માતાજીના માનતા પૂરી કરવાના નામે પાંચ ભૂવાઓએ મળીને એક પરિવારના બે ભાઈઓ પાસે 1…
ADVERTISEMENT
બનાસકાંઠા: બનાસકાંઠામાં શ્રદ્ધાના નામે ભૂવાના ધતિંગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં માતાજીના માનતા પૂરી કરવાના નામે પાંચ ભૂવાઓએ મળીને એક પરિવારના બે ભાઈઓ પાસે 1 કરોડ માગ્યા હતા. જે બાદ બંને ભાઈઓએ 35 લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના આપ્યા હતા. જોકે બાદમાં પરિવારને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ હવે આ ભૂવાએ માફી માગતો વીડિયો વાઈરલ કર્યો છે અને પરિવારને તમામ પૈસા પાછા આપી દીધા છે.
ભૂવાજીએ વીડિયો બનાવી માફી માગી
શંકર રબારી તરીકે જાણીતા આ ભૂવાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, રમેશભાઈ પટેલના ઘરે સુખ-શાંતિ રહે તેવી માતાજીને પ્રાર્થના. એમના ઘરે જે મારું માતાજીનું શ્રીફળ થતું હતું તે મને પલટાવી દીધું છે. મારા તરફથી કોઈને દુઃખ થયું હોય તો હું અઢારે આલમની માફી માગું છું. આ સાથે જ તેણે બંને ભાઈઓ પાસેથી વિધિ પેટે લીધેલા 35 લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પણ પરત કરી દીધા.
શું હતો મામલો?
આ કઠિત ક્રાઈમ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોળા ગામે થયું છે. આ ક્રાઈમમાં પાંચ જેટલા ભુવાજીઓ એક સાથે સંપ કરી છેતરપિંડીના ઇરાદે પીડિતો પાસે પહોંચ્યા હતા અને ‘તમારા ઘરમાં 82 વર્ષ અગાઉ માતા મૂકી છે. અને તેના લીધે દેવ દુખથી તમારો પરિવાર દુઃખી છે.આ દુઃખ મોટું છે તેને કાઢવા માટે ચેહર માતાની બાધા રાખવી પડશે,’ તેવી વાત કરી પરિવારને છેતરવા કારસો રચ્યો હતો. તે બાદ પરિવારના બે ભાઈઓને વિશ્વાસમાં લીધા હતા અને એક કરોડ જેટલો ખર્ચો થશે તેવું પણ જણાવ્યું હતું. જોકે નસીબજોગે પરિવારને દુઃખમાં રાહત મળતાં, આ તકનો લાભ ભૂવાજીએ લીધો હતો અને ચેહર માતાની બાધા પૂરી કરવી પડશે નહિતર પાછું મોટું દુઃખ આવશે તેમ કહી,પરિવારને ડરાવ્યો હતો.
ADVERTISEMENT
તે રીતે સંત બનેલા આ ભુવાજીઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને દુઃખ દર્દ દૂર કરવાની વિધિના ખર્ચ પેટે પીડિત પરિવારના બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. જેમાં પીડિત બે ભાઈઓએ ઉછીના લાવી ગત 11 ડિસેમ્બરે ભૂવાજીઓને 20 તેમજ 15 લાખ મળી તબક્કાવાર રૂ.35 લાખ રોકડા આપ્યા હતા, તેમજ 1.70 લાખ કિંમતની ચાંદીની પાટો વિધિ પેટે ભયભીત બની આપી હતી. જોકે આ તમામ રોકડ રકમ અને ચાંદીની પાટો લઈ આ પાંચેય ભુવાજીઓ રફુચક્કર થઈ ગયા હતા.
પરિવારે 38 સેકડનો વીડિયો પીડિતોએ પોલીસેને સોંપ્યો
આ કામમાં પીડીતો સાથે દેવદુઃખનો ભય બતાવી છેતરપિંડી કરનાર આ ભુવાજીઓનો 38 સેકન્ડનો એક વિડીયો પણ પીડિતોએ જે-તે વખતે ઉતારેલો છે.અને આજ વિડીયો ફરિયાદનો મુખ્ય દસ્તાવેજી પુરાવો છે. વીડિયોમાં ઠગ ભુવાઓ તેમજ પરિવારના સભ્યો દેખાય છે એક યુવા ભુવો ધુણતો દેખાય છે. જેની સામે થાળમાં 500 – 500 નોટોના બંડલ સાથે ચલની નોટો અને કંકુ ચોખા દેખાય છે.આ વીડિયો સ્પષ્ટ પુરાવો આપે છે કે આરોપી ભુવાઓ અહીં આવ્યા હતા, ધુણ્યા હતા, પીડિતોને દેવદુઃખનો ભય બતાવી છેતર્યા હતા અને લાખોની રકમ પડાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT