મોરબી: માતા સહિત 3 સંતાનોના મોત, એક જ ઘરમાંથી ચાર-ચાર અર્થી નીકળતા પરિવારમાં આક્રંદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલિયા/મોરબી: મોરબી: મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકો ગુમ છે. બીજી તરફ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ બાદ હવે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં પણ લાઈનો લાગી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક માતા અને ત્રણ સંતાનોના પણ કરુણ મોત નિપજ્યા હતા. એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

પતિ બચી ગયો, પત્ની-ત્રણ સંતાનો મોતને ભેટ્યા
મોરબીમાં રવિવારે રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝુલતા બ્રિજ પર ફરવા માટે ગયા હતા. જોકે સાંજના સમયે બ્રિજ તૂટી પડતા રૂપેશભાઈ તથા તેમના પત્ની હંસાબેન અને ત્રણ સંતાનો તુષાર, શ્યામ અને માયા પણ મચ્છુ નદીમાં ખાબક્યા હતા. રૂપેશભાઈ તરીને નદીમાંથી બહાર નીકળી ગયા, પરંતુ તેમના પત્ની અને સંતાનો નદીમાં જ ડૂબી ગયા હતા. એક જ પરિવારમાંથી ચાર-ચાર શબને કાંધ આપવાના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પળવારમાં જ કોઈની બેદરકારીથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો.

ADVERTISEMENT

સિવિલમાંથી 132 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી મૃત્યુ પામેલા 132 જેટલા મૃતદેહોને પરિવારજનોને પાછા સોંપવામાં આવ્યા છે. જેમાં મતૃકોની અંતિમવિધિ દરમિયાન પરિવારજનો સહિત સામાજિક આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

વજન વધી જતા બ્રિજના વચ્ચેથી કટકા થઈ ગયા
નોંધનીય છે કે, રવિવારે બ્રિજ પર 100ની કેપેસિટી સામે 500 જેટલા લોકોને ટિકિટ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. એવામાં વજન વધી જતા વચ્ચેથી બ્રિજના કટકા થઈ ગયા હતા. બ્રિજ તૂટી જતા તેની ઉપર રહેલા લોકો સીધા જ મચ્છુ નદીમાં ખાબક્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT