મધુ શ્રીવાસ્તવ જીદે ચડ્યા કહ્યું, ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 84 જેટલા નેતાઓને સાઇઝ તું કટ કરવામાં આવ્યા છે . જ્યારે 76ને રિપટ કરવામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવનો છેલ્લા 6 ટર્મથી ગઢ ગણાતિ એવી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે .  તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે  ચુંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષ માંથી લડિશ.ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.

ચૂંટણી લડવાનું નક્કી
મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડવા તલપાપડ થઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડિશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.

ચૂંટણી લડવી જ પડશે
હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કી બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે આટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે.

ADVERTISEMENT

14 તારીખ સુધી ભરાશે ફોર્મ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT