હર હર મહાદેવ… વલસાડમાં 31 લાખ રૂદ્રાક્ષથી 31 ફૂટનું શિવલિંગ તૈયાર કરાયું, લિમ્કા બુકમાં મળ્યું સ્થાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 31 લાખ રુદ્રાક્ષના સથવારે સવા 31 ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત ગઈકાલે થઈ ગઈ. લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી.

31 લાખ રૂદ્રાક્ષથી શિવલિંગ બન્યું
શિવ-કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં 31 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે. જેનો ગઈકાલે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.

ADVERTISEMENT

આ અવસરે ભાગવતાચાર્ય પંકજભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગ ના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT