મતદારોનો મત પારખવા ભાજપની નવી રણનીતિ, ચૂંટણી પહેલાં ત્રિસ્તરીય સર્વેક્ષણને વેગવંતુ કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે અત્યારે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને જોતા ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. એટલું જ નહીં હવે ત્રણ સરવે શરૂ કરવાની સાથે ભાજપ પોતાની અલગ રણનીતિ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. અત્યારે અરવિંદ કેજરીવાલે એક રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે આપ નાના માર્જિનથી જીત મેળવી સરકાર બનાવવા જઈ રહી છે. આને જોતા જ હવે ભાજપ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં માટે ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ પણ શરૂ કરી દીધું છે.

ચૂંટણીમાં AAP પર ફોકસ
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ આમ આદમી પાર્ટીનો છે. આ દરમિયાન કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ AAP નુકસાન પહોંચાડી શકે છે. નોંધનીય છે કે આ દરમિયાન પ્રથમ સરવે મુદ્દે AAP પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. કે આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળી શકે તેમ છે તથા તેનું પ્રદર્શન કેવું રહેશે.

ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કર્યું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવા માટે સતત મહેનત કરી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટીની ગેરન્ટી અને આક્રમક રણનીતિથી જનતા પણ અલગ જોશમાં જોવા મળી રહી છે. જેના પરિણામે હવે આપનો પડકાર ભાજપ સામે જોવા મળી શકે છે. આ દરમિયાન હવે પહેલીવાર કોંગ્રેસના સ્થાને AAPનો સરવે કરાઈ રહ્યો છે.

ADVERTISEMENT

ભાજપનું ત્રિસ્તરીય સર્વેક્ષણ કેવી રીતે કામ કરશે…

  • ભાજપ દ્વારા પહેલું સર્વેક્ષણ પાર્ટીના મુખ્ય નેતાઓને સોંપવામાં આવ્યું છે.
  • ભાજપે બીજુ સર્વેક્ષણ પ્રાઈવેટ સંસ્થાને કરવા માટે આપ્યું છે.
  • ત્રીજુ સર્વેક્ષણ ભાજપ દ્વારા IBને સોંપવામાં આવ્યું છે.

સરવેના મુદ્દા- જનતા પર મોંઘવારી, રોજગારીની કેટલી અસર
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા મોંઘવારી મુદ્દે જનતા શું વિચારી રહી છે એ પણ ચૂંટણી દરમિયાન જોવાજેવું રહેશે. નોંધનીય છે કે અત્યારે બેરોજગારી સહિતના મુદ્દા પર સરવેમાં આવરી લેવાયા છે. આની સાથે ભાજપ સરકારની કામગીરી અંગે જનતા શું વિચારી રહી છે. એના પર સરવે હાથ ધરાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT