બાલાસિનોરમાં કાળમુખી ટ્રક પરિવારને ભરખી ગઈ, ટ્રક નીચે કચડાતા પતિ, પત્ની અને બાળકનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ગોજારા અકસ્માતની (Balasinor Accident) ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રકે કચડી નાખ્યા હતા. બાલાસિનોર બસ સ્ટેશન પાસેથી બાઈક પર નીકળેલા પતિ, પત્ની અને બાળકને ટ્રકે કચડી નાખતા તમામના સ્થળ પર જ કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

બાઈક પર અમદાવાદ જઈ રહ્યો હતો પરિવાર
ઘટનાની વિગતો મુજબ, બાલાસિનોરમાં બસ સ્ટેશન પાસે એક બાઈક પર પતિ-પત્ની અને બાળક જઈ રહ્યા હતા. આ પરિવાર અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક સાથે બાઈકનું અકસ્માત થયો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યો પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તમામના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.

ADVERTISEMENT

અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ પણ બનાવની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસે તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે.

(વિથ ઈનપુટ: વિરેન જોશી)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT