Amreli Latest News : કૂવામાંથી મળ્યા પતિ-પત્ની અને નણંદના મૃતદેહ, પોલીસ તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Amreli News : રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. અમરેલી જિલ્લામાં કુવામાંથી ત્રણ મૃતદેહ મળી ચકચાર મચી ગયો હતો. અમરેલી નજીક લાલાવદર વાડીમાં પરપ્રાંતિય મજૂરોની કુવામાંથી લાશ મળી આવી હતી. કૂવામાંથી બે મહિલા અને એક પુરુષ મતૃદેહ મળી આવ્યો હતો. કુવામાંથી ત્રણ લાશ મળી આવતાં અમરેલી તાલુકા પોલીસ, ફાયર ફાયટરની ટીમ અને અમરેલી સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાંસદ નારણ કાછડીયા કુવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરી અને ફાયર ટીમ સાથે મળી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

અમરેલીમાં આ પ્રકારની ઘટના સામે આવવાથી ખળભળાટ મચી ગયો છે. જિલ્લા અને તાલુકા પોલીસ તંત્ર તપાસ માટે દોડતું થઈ ગયું છે. હાલ તો ત્રણેય મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ જાણકારી સામે આવશે. અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. વાડીમાં રહેતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી.

પ્રથમિક માહિતીમાં સામે આવ્યું છે વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટ : ફારૂક, અમરેલી )

    follow whatsapp

    ADVERTISEMENT