ખેડબ્રહ્મા 6 ઈંચ વરસાદથી પાણી-પાણી, હજુ 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર એક નજર કરીએ તો ખેડબ્રહ્મામાં 6 ઈંચ, સાયલામાં 3.77 ઈંચ, નવસારી તથા મોડાસામાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 110 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરિણામે રાજ્યના નદી-નાળા છલકાઈ ગયા છે.

આ તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ADVERTISEMENT

  • ખેડબ્રહ્મા
  • સાયલા
  • નવસારી
  • મોડાસા
  • વાપી
  • ગઢડા
  • બાબરા
  • રાપર
  • મહુવા
  • પારડી

જામનગરમાં જામજોધપુર ડેમ ઓવરફ્લો
બીજી તરફ જામનગર જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો છે. જેના પરિણામે જિલ્લાના જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ છે. જામજોધપુર નજીક આવેલા કોટડાબાવીસી ડેમ ઓવરફ્લો થતો ડેમના આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. સમાણા નજીક સોગઠી ડેમ પણ ઓવરફ્લો થયો હતો, જેના પગલે રૂપારેલ તથા વેણુ નદી બે કાંઠે થઈ હતી.

રાજ્યમાં સીઝનનો 110 ટકા વરસાદ નોંધાયો
ઝોન મુજબ વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 173 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 116 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 91 ટકા, સૌરાષ્ટ્રમાં 103 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ રાજ્યભરમાં અત્યાર સુધીમાં 110.99 ટકા વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT