Morbi News: Morbi બોગસ ટોલનાકા મામલે ભાજપ આગેવાનોની સંડોવણી! વધુ ત્રણની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Morbi News: મોરબીના વાંકાનેર વધાસીયા ટોલનાકાના મામલે પોલીસે ભાજપનાં આગેવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. વાંકાનેર સીટી પોલીસે વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી.બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, હજુ આ મામલે મુખ્ય આરોપી અમરશી જેરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દુર છે.આ મામલે અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઇ ચુકી છે.

ગેરકાયદેસર ટોલનાકા મામલે અનેક ખુલાસા

શહેરનાં વાંકાનેરના વઘાસિયાના ગેરકાયદેસર ટોલનાકા મામલે અનેક ખુલાસા થયા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હોવાના ખુલાસા થયા હતા. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કરોડ રૂપિયાની આવક થઇ હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનની અવર જવર થતી હતી. ફોર વ્હીલના 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલવામાં આવતા હતા. જયરામ પટેલના દીકાર અમરશી પટેલ અને અન્ય લોકો આ કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

કરોડો રૂપિયાની ઉઘરાણી છતા પણ તંત્ર મૌન હતું. મોરબીનાં વાંકાનેર હાઈવે પર નકલી ટોલનાકા મામમલે પોલીસે રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામભાઈનાં પુત્ર અમરશીભાઈએ ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ફરી એકવાર થડને છોડીને ડાળખાઓને પકડવાની કાર્યવાહી

જો કે સમગ્ર મામલો માધ્યમોમાં આવ્યા બાદ સરકાર અચાનક કોઇ ચમરબંધીઓને નહી છોડવામાં આવે મોડમાં આવી ચુકી છે. ફરી એકવાર થડને છોડીને ડાળખાઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ તો વિવિધ પોલીસ ટીમ બનાવીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT