ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
અમદાવાદ: એક તરફ સરકાર ડીઝીટલ ઇન્ડિયાના સપના જોઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સરકાર સામે અનેક પડકાર પણ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમની ઘટનાઓ અનેક…
ADVERTISEMENT
અમદાવાદ: એક તરફ સરકાર ડીઝીટલ ઇન્ડિયાના સપના જોઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સરકાર સામે અનેક પડકાર પણ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમની ઘટનાઓ અનેક વખતે સામે આવે છે. સાયબર ક્રાઇમને લઈ ગુજરાત કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતાં કહ્યુંકે ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો. જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. આ ઉપરાંત સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો. વર્ષ 2019માં 784 જેટલા ડીઝીટલ ક્રાઈમમાં જે વર્ષ 2021માં વધીને 1536 જેટલા થયા છે. જે ખુબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
છેલ્લા 2 વર્ષમાં દેશભરમાં 16 લાખથી વધુ ઘટનાઓ
છેલ્લા બે વર્ષ દેશમાં સાયબર ક્રાઈમની 16 લાખથી વધુ ઘટનાઓ બની છે જેની સામે માત્ર 32 હજાર જેટલી ફરિયાદ નોંધાયેલ છે. ગુજરાતમાં વર્ષ 2017-18 માં 458, વર્ષ સાયબર ક્રાઈમ થયા હતા. વર્ષ 2021માં ગુજરાતમાં 963 જેટલા ઓનલાઈન ફ્રોડ થયા છે. મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના 104 જેટલા કેસ નોધાયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેમાં વર્ષ 2017 માં 458 , વર્ષ 2018માં 702 , વર્ષ 2019 માં 784 , વર્ષ 2020માં 1283 , વર્ષ 2021માં 1536 જેટલા સાઈબર ગુન્હાઓ નોધાયા હતા.
ADVERTISEMENT
માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે, ભાજપ સરકાર તમામ જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ADVERTISEMENT