2022 ચૂંટણીની પહેલી જીતઃ ધોરાજીથી BJPના મહેન્દ્ર પાડલિયા જીત્યા, વસોયાને હરાવ્યા
ધોરાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પહેલું સત્તાવાર પરિણામ જાહેર કરાયું છે. આ દરમિયાન ભાજપના ધોરાજીથી ઉમેદવાર મહેન્દ્ર પાલડિયાએ જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસોયાને…
ADVERTISEMENT
ધોરાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પહેલું સત્તાવાર પરિણામ જાહેર કરાયું છે. આ દરમિયાન ભાજપના ધોરાજીથી ઉમેદવાર મહેન્દ્ર પાલડિયાએ જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસોયાને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. નોંધનીય છે કે શરૂઆતની મત ગણતરીથી જ જોવા જઈએ તો મોટાભાગે ભાજપના ઉમેદવાર અહીંથી આગળ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના મહેન્દ્ર પાલડિયાએ જીત નોંધાવી દીધી છે.
સત્તાવાર પહેલી જીતની માહિતી…
ઈલેક્શન કમિશને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાલડિયાની જીત થઈ છે. અહેવાલો પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી પહેલી જીત નોંધાવાઈ છે. આ દરમિયાન કોંગ્રેસના લલિત વસોયાની હાર થઈ ગઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT