કોંગ્રેસના 2 હજાર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, એક લિસ્ટેડ બુટલેગર હોવાથી ચર્ચાનો ધમધમાટ
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો જોરશોરથી પાર્ટીનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની…
ADVERTISEMENT

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો જોરશોરથી પાર્ટીનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં કોંગ્રેસના 2 હજાર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આના કારણે અત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન 2 હજારમાંથી ગણતરીના 10 લોકોને સ્ટેજ પર બોલાવીને ભાજપનો ખેસ પહેરાવાયો હતો.
એક બુટલેગર પણ પાર્ટી સાથે જોડાયો!
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સભામાં 2 હજાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તેવામાં એમાંથી જે 10 મુખ્ય હતા તેમને સ્ટેજ પર બોલાવી BJPનો ખેસ પહેરાવ્યો હતો. જોકે આ દરમિયાન રિપોર્ટ્સ પ્રમાણે કાર્યકર્તાઓ જે જોડાયા એમાંથી એક બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે દારૂની હેરાફેરી મામલે કેસ પણ દાખલ થયેલો છે.
એટલું જ નહીં આ નવસારીમાં લિસ્ટેડ બુટલેગર છે. જેને ભાજપમાં જોડાવા પર ઘણા તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. તથા રાજકારણ પણ ગરમાયું છે.
ADVERTISEMENT
With Input: રોનક જાની
ADVERTISEMENT