વલસાડના દરિયા કિનારે 2 મૃત ડોલ્ફિન તણાઈ આવી, પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડઃ ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે 2 ડોલ્ફિન મૃત હાલતમાં તણાઈ આવી હતી. જેને જોતા સ્થાનિકો અને માછીમારોએ મૃત ડોલ્ફિન અંગે સરપંચ અને ગામના અગ્રણીઓને જાણ કરી હતી. ત્યારપછી ગામના સરપંચે વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી અને મૃત્યુનું સાચ્ચુ કારણ જાણવા તજવીજ હાથ ધરાઈ ગઈ હતી. ત્યારપછી અત્યારે વનવિભાગની ટીમે પશુચિકિત્સકનો સંપર્ક કરી આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ
વલસાડના દરિયા કિનારે 2 ડોલ્ફિનના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારપછી વનવિભાગે ચિકિત્સક ટીમને જાણ કરી દીધી હતી, ત્યારપછી ડોલ્ફિનના મૃત્યુંનું કારણ શોધવા તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વનવિભાગને ડિકમ્પોઝ હાલતમાં મૃત ડોલ્ફીન મળી આવી હતી. તેવામાં હવે તેનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા છે…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દર વર્ષે દરિયાની અંદરથી મૃત સ્થિતિમાં ડોલ્ફિન તણાઈ આવવાના બનાવ બનતા હોય છે. નારગોલ બીચ ઉપર ભરતી સમયે 2 ડોલ્ફિન મૃત હાલતમાં કિનારે તણાઈ આવતા સ્થાનિક માછીમારોએ ગામના સરપંચ સ્વીટી ભંડારીનો સંપર્ક કર્યો હતો. ડોલ્ફિન વર્ગ એકનું પ્રાણી હોવાથી સરપંચ સ્વીટીબેને નારગોલના દરિયા કિનારે મૃત હાલતમાં આવેલી ડોલ્ફિન અંગેની જાણ સ્થાનિક સામાજિક વન વિભાગની ટીમને કરી દીધી હતી.

ADVERTISEMENT

  • પશુ ચિકિત્સકની ટીમે મૃત ડોલ્ફિનનું પીએમ કરાવ્યા બાદ દફન કરવાની પદ્ધતિ શરૂ કરી દીધી હતી.
  • છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી હતી.
  • વારંવાર આ વિસ્તારથી મૃતહાલતમાં મળી આવતી ડોલ્ફિનને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતા પ્રસરી રહી છે.

With Input- કૌશિક જોશી

    follow whatsapp

    ADVERTISEMENT