30 જુન સુધીમાં 2.72 લાખ કરોડની નોટો બેંકિંગમાં પરત, 84 હજાર કરોડ રૂપિયા હજી બાકી
2000 Rupees Notes: RBI દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની નોટને પરત લેવાની જાહેરાત બાદથી 30 જુન, 2023…
ADVERTISEMENT
2000 Rupees Notes: RBI દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની નોટને પરત લેવાની જાહેરાત બાદથી 30 જુન, 2023 સુધીમાં બૈંકિંગ સિસ્ટમમાં 2.72 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ પરત આવી ચુકી છે. આરબીઆઇએ કહ્યું કે, માત્ર 84 હજાર કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ સર્કુલેશનમાં બચી છે.
આરબીઆઇએ જણાવ્યું કે, બેંકો પાસેથી હાલમાં જે ડેટા પ્રાપ્ત થઇ રહ્યા છે તેના અનુસાર 19 મે, 2023 થી માંડીને 30 જુન 2023 સુધી કુલ 2.72 લાખ કરોડ રૂપિયાની વેલ્યુનાં 2000 રૂપિયાની નોટ્સ બેકિંગ સિસ્ટમમાં પરત આવી ચુકી છે. હવે માત્ર 0.84 લાખ કરોડ એટલે કે 84 હજાર કરોડ રૂપિયાની વેલ્યુની નોટ જ સર્કુલેશનમાં છે. 30 સપ્ટેમ્બર, 2023 આ નોટોને એક્સચેન્જ અથવા જમા કરવા માટેની અંતિમ તારીખ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટમાં 2000 ની નોટને પરત લેવાના સરકારના નિર્ણયને પડકારની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. આ પ્રકારની અરજીઓ કરીને કોર્ટનો સમય ખરાબ નહી કરવા માટે પણ ટકોર કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT