1979ની મચ્છૂ ડેમ દુર્ઘટનાથી મુમતાઝ બચ્યા; બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવ્યો, જાણો દર્દનાક કહાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. તેવામાં હવે આ દુર્ઘટનામાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. આવી જ એક કહાની મુમતાઝની છે. મીડિયા રિપોર્ટ્સ આધારે મુમતાઝે 43 વર્ષ પહેલા એટલે કે 1979માં મચ્છૂ ડેમ દુર્ઘટનામાં પોતાની સાથે બીજાના જીવ બચાવ્યા હતા. તે પણ હવે 2022માં આ બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. જોકે આ વખતે નસીબે તેમને સાથ ન આપ્યા અને બ્રિજ તૂટી પડતા તેઓ મૃત્યુ પામ્યા છે. આ અંગે એમના પરિવારે હૃદય કંપાવતી કહાની વર્ણવી છે, ચલો એના પર નજર કરીએ…

1979 અને મચ્છુ ડેમ તૂટવાની એ ઘટના…
મોરબીમાં 1979 દરમિયાન મચ્છુ નદી ગાંડીતૂર બની ગઈ હતી. તે દરમિયાન મચ્છુ ડેમ તૂટી જતા હજારો લોકોના મોત નીપજ્યા હતા. જોકે આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સના આધારે 19 વર્ષની મુમતાઝ પોતાનો જીવ બચાવવામાં સમર્થ રહી હતી. તેમણે 1979 મચ્છુ ડેમની હોનારતમાં પોતાની સાથએ 4 લોકોને પણ પૂરમાં તણાઈ જતા બચાવ્યા હતા. જોકે 2022માં બ્રિજ દુર્ઘટનામાં મુમતાઝ પોતાનો જીવ બચાવી શક્યા નહીં.

ADVERTISEMENT

બ્રિજ દુર્ઘટનાની કરૂણાંતિકા…
અહેવાલો પ્રમાણે રવિવારે સાંજે મુમતાઝ પોતાના પરિવારના સભ્યો સાથે પુલ પર ગયા હતા. તેમની સાથે પૌત્ર અને વહુ પણ ગયા હતા. આ દરમિયાન ઝૂલતો પુલ અચાનક નદીમાં પડી જતા ત્રણેય લોકો મોતને ભેટ્યા હતા. આ દરમિયાન મુમતાઝના પરિવારમાં પણ શોકનું મોજુ પ્રસરી ગયું હતું. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે મુમતાઝ દ્વારા અવાર નવાર 1979ની એ ઘટના વિશે તથા તેણે જે રીતે લોકોને બચાવ્યા એની કહાની કહેતા હતા. પરંતુ બ્રિજ હોનારતે પરિવાર વિખેરી નાખ્યો છે.

મુમતાઝનો દીકરો ભાવુક થયો
બ્રિજ દુર્ઘટના અંગે મુમતાઝના દીકરાએ જણાવ્યું કે મારા માતા ઘણા બહાદુર હતા. તેઓ ઘણીવાર મને મચ્છુ ડેમ તૂટવાની ક્ષણ ક્ષણની માહિતી આપતા હતા. તે સમયે કેવી સ્થિતિ હતી તથા તેમણે પોતાના દુપટ્ટા વડે કેવી રીતે 4 લોકોનો જીવ બચાવ્યો હતો. એ અંગે વિગતવાર જણાવતા હતા. એટલું જ નહીં મારા પાડોશીઓ અને પરિવારના સંબંધીઓને પણ મારા માતા પર ગર્વ હતો.

આની સાથે મુમતાઝના દીકરાએ જણાવ્યું કે 1979નો ડેમ તૂટ્યો ત્યારે તેમના માતાના નવા લગ્ન થયા હતા. તેવામાં ડેમ તૂટ્યા પછી તેમના પિતા અને માતા 3 દિવસ સુધી મચ્છુના કિનારે તેમનુંજે ઘર હતું એના ધાબા પર બેઠા રહ્યા હતા. આના કારણે તેમને ઘણું આર્થિક નુકસાન પણ થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT