ભિલોડામાં નાઈ યુવકે પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા 17 પરિવારોને ગામ બહાર કાઢી મૂકાયા
અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં પ્રેમ લગ્ન મામલે 17 પરિવારોનો ગ્રામજનોએ બહિષ્કાર કરીને ગામમાંથી કાઢી મૂક્યા હોવાનો બનાવ બન્યો છે. ગ્રામજનોએ 17 પરિવારના લોકોને દૂધ કે દુકાનમાંથી…
ADVERTISEMENT
અરવલ્લી: અરવલ્લીના ભિલોડામાં પ્રેમ લગ્ન મામલે 17 પરિવારોનો ગ્રામજનોએ બહિષ્કાર કરીને ગામમાંથી કાઢી મૂક્યા હોવાનો બનાવ બન્યો છે. ગ્રામજનોએ 17 પરિવારના લોકોને દૂધ કે દુકાનમાંથી કોઈપણ વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મૂકી દેતા 17 પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે. એવામાં તમામ લોકોએ કલેક્ટરને મળીને આવેદન આપ્યું છે.
નાઈ સમાજના યુવકે પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા
વિગતો મુજબ ભિલોડાના ભુતાવડ ગામમાં નાઈ સમાજના યુવક જે હાલ અમદાવાદ રહે છે, તેની ગામની જ પટેલ સમાજની યુવતી સાથે આંખ મળી ગઈ હતી. જેથી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. બંને સમાજના અગ્રણીઓના સમજાવવા છતાં યુવક-યુવતી અલગ થવા તૈયાર નહોતા. અને પોલીસ રક્ષણ મેળવીને રહે છે. જેથી ગામના પટેલ સમાજના આગેવાનોએ ભુતાવડ ગામના નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામમાંથી નીકળી જવા કહી દીધું અને પાણી, લાઈટ તથા દૂધ જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી આ 17 જેટલા પરિવારના લોકોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને મળીને આવેદન પાઠવી ન્યાયની માગણી કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 8 દિવસની રજા મૂકીને ડભોઈના મહિલા કોન્સ્ટેબલ ક્યાં ગાયબ થયા? પરિવારને લવજેહાદની આશંકા
ADVERTISEMENT
17 પરિવારો ન્યાયની માગણી સાથે કલેક્ટર પાસે પહોંચ્યા
આ વિશે નાઈ સમાજના અગ્રણીએ કહ્યું કે, અમારા વાણંદ સમાજનો એક છોકરો, એક દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જેમાં અમારો સખત વિરોધ છે. પરંતુ ગ્રામજનોએ અમારા ગામમાં ભેગા થઈ અમારા ઘરો પર પથ્થર મારી, એક અઠવાડિયાથી અમને કાઢી મૂક્યા છે. અમારા ધંધા-રોજગાર પણ બંધ છે. અમને ગામ બહાર કાઢીને સજા કરી છે. દુકાનોમાંથી સામાન પણ નથી આપતા અને દૂધ પણ બંધ કરી દીધું છે. એક બેન ડિલિવરીવાળા હતા છતાં ગ્રામજનો માન્યા નહીં અને ગામ બહાર કાઢી મૂક્યા છે. અમને ફરીથી ગામમાં સ્થાપિત કરે એવી માગણી સાથે અમે કલેક્ટરને અરજી કરવા આવ્યા છીએ.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)
ADVERTISEMENT