ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ 16 MLA મંત્રી બનશે! જગદીશ પંચાલ, રાઘવજી પટેલ સહિત કોને-કોને આવ્યા ફોન?
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર સરકાર રચવા જઇ રહ્યું છે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર શપથ લેવાના છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર સરકાર રચવા જઇ રહ્યું છે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર શપથ લેવાના છે. આ સાથે જ નવી ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળને લઈને પણ નિર્મણો લેવાઈ ચૂક્યા છે. ત્યારે CMના શપથ ગ્રહણ સમારોહ માટે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. તેઓ સાથે મંત્રણા કર્યા બાદ મોડી રાત્રે અનેક ધારાસભ્યોને ફોન ગયા હતા જેમને આજે મંત્રીપદના શપથગ્રહણ માટે તૈયાર રહેવા સુચના આપવામાં આવી હતી.
મોડી રાત્રે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરાઈ
સૂત્રો મુજબ, મોડી રાત્રે 16 જેટલા ધારાસભ્યોને ગઈકાલે મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હતા અને તેઓ આજે મંત્રીપદના શપથ ગ્રહણ કરી શકે છે. ત્યારે જાણો કયા કયા ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય તરફથી ફોન આવ્યા છે.
- હર્ષ સંઘવી- મજૂરા
- ઋષિકેશ પટેલ
- કનુભાઈ દેસાઈ
- રાઘવજી પટેલ
- પ્રફુલ્લ પાનસેરીયા- કામરેજ
- મુળુભાઈ બેરા
- પુરુષોત્તમ સોલંકી
- જગદીશ પંચાલ – નિકોલ
- મુકેશ પટેલ – ઓલપાડ
- કુંવરજી બાવળીયા
- ભાનુબહેન બાબરીયા
- કુબેર ડિંડોર
- બળવંતસિંહ રાજપુત
- બચુભાઈ ખાબડ
- દેવાભાઇ માલમ – કેશોદ
- ભીખુભાઈ પરમાર – મોડાસા
રેકોર્ડ જીતની ઉજવણી પણ ઐતિહાસિક કરવામાં આવશે
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મનાવવા માટે મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ઉજવણી પણ ઐતિહાસિક કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભુપેન્દ્ર પટેલે શુક્રવારે જ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. નવી સરકાર રચવા માટે તડામાર તૈયારીઓ સચિવાલય, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે. જ્યાં આજે 10 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ CM પદના શપથ લેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT