Mission 182: ચૂંટણી પહેલા ભાજપ ઉતારશે નેતાઓની ફોજ, ચાર દિવસમાં 11 કેન્દ્રીય મંત્રીઓ 24 બેઠકો ખૂંદશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે હવે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, આગામી સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના એક બાદ એક 11 જેટલા મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. આ નેતાઓ ગુજરાતની 24 જેટલી બેઠકો ખુંદશે અને ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી શકે છે.

11 જેટલા નેતાઓ દિલ્હીથી ગુજરાત આવશે
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજથી લઈને સોમવાર સુધીમાં મોદી સરકારના 11 જેટલા મંત્રીઓ દિલ્હીથી ગુજરાત આવશે. આ તમામ નેતાઓ એક ખાસ રણનીતિના ભાગ રૂપે ગુજરાત આવી રહ્યા છે. જેમાં મિનાક્ષી લેખી, સ્મૃતિ ઈરાની તથા અર્જુન મુંડા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આવી જ રીતે આગામી 31મી ઓક્ટોબર સુધીમાં નેતાઓ ગુજરાતમાં એક બાદ એક મુલાકાતે આવશે.

મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ એક બાદ એક ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT

જુઓ ચાર દિવસમાં કયા કયા નેતાઓ ગુજરાત આવશે?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT