રમત રમતમાં 10 વર્ષના બાળકે ફુગ્ગો ફુલાવતા જીવ ગુમાવ્યો,પરિવાર પર આભ ફાટ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

UttarPradesh News : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળક માટે ફુગ્ગો ફુલાવવો જીવલેણ સાબિત થયો હતો. બલૂનને મોંથી ફુલાવતી વખતે અચાનક બલૂન ફાટ્યો અને બાળકના મોંમાં જતો રહ્યો. બલૂનનો ટુકડો તેના ગળામાં ઘૂસી જતાં ગૂંગળામણની તકલીફ થવા લાગી જેને જોતાં સાથે રમત બાળકો ડરી ગયા અને તરત જ તેમના પરિવારને જાણ કરી. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ બાળકની ઉંમર 10 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી હાલત જોવા મળી.

ખાખખેડા ગામમાં રહેતા પપ્પુનો 10 વર્ષનો પુત્ર બોબી પાંચમા ધોરણમાં ભણતો હતો. ગુરુવારે બપોરે તે ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના હાથમાં રહેલા બલૂનને મોં દ્વારા ફુલાવવાનું શરૂ કર્યું, પરંતુ અચાનક જ ફાટતાં બલૂન તેના મોઢામાં ગયો. થોડીવાર સંઘર્ષ કર્યા બાદ તે જમીન પર પડી ગયો. સાથે રમતા બાળકોએ પરિવારજનોને જાણ કરી હતી. તેની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. પોતાના દસ વર્ષના માસૂમ પુત્રને ગુમાવ્યા બાદ પરિવારજનોની હાલત કફોડી બની હતી.

અગાઉ સુરતમાં પણ આ પ્રકારની કિસ્સો સામે આવ્યો હતો

થોડા મહિના અગાઉ સુરતમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. કડોદરા શિવસાઈ સોસાયટીમાં 10 મહિના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની હતી. 10 માસનો બાળક ફુગ્ગાથી રમતા રમતા મોઢામાં ફસાયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતાં તાત્કાલિક બાળકને 108 એમ્બયલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT