ભારતમાં કોવિડના 10 વેરિયન્ટ હાજર, શું સ્થિતિ વિકટ થશે? જાણો વૈજ્ઞાનિકોનું તારણ..

ADVERTISEMENT

covid
covid
social share
google news

દિલ્હીઃ ચીનમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે અને લાખો કેસ સામે આવી રહ્યા છે. ચીનની સ્થિતિને જોતા અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે. ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7, જે ચીનમાં વિનાશ સર્જી રહ્યું છે, તે સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનો વિષય બની ગયો છે. અને તેના કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. જોકે, ભારતમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે યોગ્ય તૈયારીઓ પૂર્ણ કરી છે. ટેસ્ટિંગ, બૂસ્ટર ડોઝ અને વિદેશથી મુસાફરી કરનારા મુસાફરો માટે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં BF.7 વેરિયન્ટના વધતા જતા કેસ અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના મંતવ્યો શું છે?

સમાન જિનેટિક્સ ધરાવતું વેરિયન્ટ ફેબ્રુઆરી 2021થી હાજર…
BF.7 વેરિયન્ટ જેવું જ જિનેટિક્સ ધરાવતું વેરિયન્ટ, જે ચીનમાં વર્તમાન કોવિડ કેસમાં વધારો કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021થી લગભગ 90 દેશોમાં દેખાયા છે અને તે Omicronના BA.5 સબ-વેરિયન્ટ જૂથનો ભાગ છે. નિષ્ણાતો કહે છે કે ભારતમાં તેની વધુ અસર થવાની શક્યતા નથી કારણ કે મોટાભાગની ભારતીય વસતિ કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને વેક્સિન દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

ભારતમાં 10 વેરિયન્ટ હાજર છે: વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગ
વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગના જણાવ્યા અનુસાર, “હાલમાં ભારતમાં કોવિડના 10 પ્રકારો છે અને તેમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા નથી. BF.7 સબ-વેરિયન્ટ ભારતમાં નવું નથી. અમે કોઈ મોટી વેવ જોઈ નથી. ચીનમાં કોરોનાનાં નવા કેસ, લક્ષણો અને તેનું જોખમ ભારત કરતા અલગ છે. ચીનમાં, વૃદ્ધો અને જે લોકોને બૂસ્ટર ડોઝ મળ્યો નથી તેઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યાંના લોકોની કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો.

    follow whatsapp

    ADVERTISEMENT