ગુજરાતમાં 24 કલાકમાં 10 હત્યાની ઘટનાઓ બની, જનતાની સુરક્ષા કોના ભરોસે ? તેવા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં ક્રાઈમ રેટમાં દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અંદાજે 10 જેટલી હત્યાઓ માત્ર ગુજરાતમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં ક્રાઈમ રેટમાં દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અંદાજે 10 જેટલી હત્યાઓ માત્ર ગુજરાતમાં થઈ છે જેમાંથી ચાર સુરત શહેરની છે. રાજ્યમાં સબ સલામતના દાવા કરતી સરકાર સામે આવી ઘટનાઓથી અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યાં છે. આ ઘટનાઓ જ્યારે સમાચારોમાં પણ સામે આવે સ્વાભાવિક રીતે રાજ્યના નાગરિકોની સલામતી અંગે ચિંતા થાય. અને નાગરિકો પણ આવી ઘટનાઓથી વિચલિત થતા હોય છે. કારણ કે આવી તમામ ઘટનાઓ સરકારના તમામ પ્રકારના દાવાઓના ધજીયા ઉડાવતી હોય છે. ત્યારે કોંગ્રેસ પણ વિફર્યુ છે. ગુજરાતમાં બનેલી હત્યાની ઘટનાઓને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજ્ય સરકારના સબ સલામતના દાવા પોકળ
વિપક્ષની ભૂમિકામાં બેસવા માટે તલપાપડ થતી કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, ગુજરાતમાં 24 કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી. ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત-ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.
24 કલાકમાં 10 હત્યાઓથી સરકાર સામે ઉઠ્યા સવાલ
ગુજરાતમાં 24 કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયારે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો
ADVERTISEMENT
આ પણ વાંચો:પાલીતાણામાં જૈન વિવાદ બાબતે કેવા પગલા લેવાશે, શું બોલ્યા ટાસ્ક ફોર્સના સભ્ય ?
ગુજરાતમાં ૨૪ કલાકમાં બનેલી 10 હત્યાઓ
હત્યા-1 સુરતના ડીંડોલી વિસ્તારમાં .
હત્યા-2 સુરતના વિમલનાથ સોસાયટી નજીક
હત્યા-3 સુરતના લીંબાયત વિસ્તાર.
હત્યા-4 અમદાવાદના બાપુનગર
હત્યા-5 અમદાવાદના નિકોલ
હત્યા-6 જામનગરના લાલપુર બાયપાસ નજીક
હત્યા-7 જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
હત્યા-8 વડોદરાના બાપોદ ગામે
હત્યા-9 રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ.
હત્યા-10 સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર
ADVERTISEMENT
ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે
રાજ્યમાં નશા બંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને હોય, ત્યારે ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત – ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT