લ્યો બોલો, મહેમદાવાદ નગરપાલિકાની અણઘટ વહીવટને કારણે 1 લાખ લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા

ADVERTISEMENT

મહેમદાબાદમાં અંધારું
મહેમદાબાદમાં અંધારું
social share
google news
હેતાલી શાહ , ખેડા: મહેમદાવાદ અને ખેડા નગર પાલિકાએ ત્રણ વર્ષ ઉપરાંતથી MGVCLનું વીજ બિલ નહી ભરતા વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. MGVCL દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા બાકી બીલ નહીં ભરતા MGVCL દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરના સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાખ્યા છે. જેના કારણે સાંજ બાદ અંધારપટ્ટ છવાયો હતો. સ્ટ્રીટલાઇટનું જોડાણ કપાતા 1 લાખ લોકોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો હતો.
એક તરફ પાલિકા તગડા વેરાઓ વસુલી રહી છે. ત્યારે બીજી તરફ પાલિકા લાઇટ બિલ ન ભરતાં  નગરપાલિકાનું લાઈટ કનેકશન કપાઈ જવા જેવી જવલ્લેજ બનતી ઘટના ઘટી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકામાં બની છે. પાલિકા છેલ્લા 2020 થી લાઈટ બીલ ભરવામાં અનિયમિત હતી. જેના કારણે નગરપાલિકા કચેરી, પાણીના બોર અને સ્ટ્રીટ લાઈટો મળી MGVCLનું કુલ રૂ.3.48 કરોડ બિલ ચડી ગયું હતું.
3.48 કરોડનું બિલ ચડ્યું હતું
થોડા સમય અગાઉ સ્ટ્રીટ લાઈટનું અંદાજીત રૂ.8 લાખ જેટલું બીલ પાલિકા દ્વારા ભરવામાં આવ્યું હતુ. પરંતુ શહેરમાં આવેલ પાણીના બોર સહિત 29 મિલકતોનું રૂ.3.48 કરોડ લાઇટ બિલ ચડી ગયું હતું. પાણીના બોર આવશ્યક સેવામાં આવતા હોઈ MGVCL દ્વારા બોરના બદલે સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાંખ્યા હતા.
હવે પાણી વગર રાઝળવાનો વારો આવશે
નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી ટેક્સ ઉઘરાવી નગરજનોને સેવાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ ટેક્સ માંથી થતી આવકનો યોગ્ય પ્લાનિંગ થી ઉપયોગ નહી થતા નગરજનોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો. પાલિકાની અનાવડતના કારણે જનતાએ પીસવાનો વારો આવ્યો છે. MGVCl દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો લાઈટ બિલ નહિ ભરે તો વોટર વર્કસનું કનેકશન પણ કાપી નાખવામાં આવશે. જો આ પ્રકારે કરવામાં આવશે તો મહેમદાવાદની જનતાને પાણી વગર રઝળવાનો વારો આવશે.
જાણો શું કહે છે MGVCL ના અધિકારી 
આ અંગે MGVCL ના ડી ઈ નિખીલ ધાંધીયાએ જણાવ્યું કે, ” નગરપાલિકાના વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટના થઈને છેલ્લા બે વર્ષથી 348 લાખ જેટલા બિલ બાકી રહ્યા છે. બાકી  નીકળતા હતા અમારા,  જેના અનુસંધાનમાં અમે દર મહિને બિલ પહોંચાડાઈએ છીએ. અને ફોલો પણ કરતા હોઈએ છે. વીજ કનેક્શન રિકવરીના અનુસંધાને અમે 13 તારીખે 24 કલાકની નોટિસ પણ પાઠવી હતી. જે એ લોકોએ ગણકારી નહીં. એટલે અમે અમારા પગલાના સ્વરૂપે વોટર વર્કસના કનેક્શન તો ન કાપી શકાય કારણ કે પીવાનું પાણી આવશ્યક સેવા ગણાય છે. એટલે સ્ટ્રીટ લાઈટ ના કનેક્શન કાપી નાખ્યા છે. આગામી સમય માર્ચ મહિનો નજીક આવતો જાય રિકવરી અમારે જે એરિયસના ટાર્ગેટ પૂરા કરવાના હોય એના અનુસંધાને અમે વધારે આક્રમક પગલાં લેવાના જરૂર પડશે તો લઈશું.”
જાણો શું કહે છે ગ્રામજનો
એક તરફ શિયાળાની ઋતુમાં રાત પણ જલ્દી થઈ જાય છે. ત્યારે MGVCL દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરના સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાખ્યા છે. ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટ બંધ થવાથી અમારે બજારમાં મુશ્કેલી પડી રહી છે. મેઈન બજારમાં જ લાઈટ બંધ થઈ જતાં વૃદ્ધોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા ટેક્સના પૈસાનો અણઘટ વહીવટ થવાને કારણે ટેક્સ ભરીને પણ અમારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT