Gandhinagar: ઉદયપુરથી પરત ફરી રહેલા મિત્રોની ગાડી તળાવમાં ખાબકતા 4 લોકોનાં મોત - four friends died when their car sank in the gandhinagar lake had gone for a trip to udaipur - GujaratTAK
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Gandhinagar: ઉદયપુરથી પરત ફરી રહેલા મિત્રોની ગાડી તળાવમાં ખાબકતા 4 લોકોનાં મોત

Gandhingar Breaking News : ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામે તળાવમાં ગાડી ખાબકતા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક તંત્ર રાહત અને બચાવકામગીરી ચલાવી રહ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ગાંધીનગરના દશેલ ગામે આટલી મોટી દુર્ઘટના સર્જાતા હાહાકાર મચી ગયો છે. પાંચ મિત્રો અમદાવાદથી ઉદયપુર ફરવા માટે ગયા […]
Car drowning in lake

Gandhingar Breaking News : ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામે તળાવમાં ગાડી ખાબકતા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક તંત્ર રાહત અને બચાવકામગીરી ચલાવી રહ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ગાંધીનગરના દશેલ ગામે આટલી મોટી દુર્ઘટના સર્જાતા હાહાકાર મચી ગયો છે.

પાંચ મિત્રો અમદાવાદથી ઉદયપુર ફરવા માટે ગયા હતા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો અમદાવાદથી ઉદયપુર ફરવા માટે ગયા હતા. જે પૈકી ચાર મિત્રો નરોડાના રહેવાસી હતા. જ્યારે એક વ્યક્તિ દશેલ ગામનો હતો. જો કે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે દશેલ ગામના વ્યક્તિને તેના ઘરે મુકવા માટે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. અત્યાર સુધીમાં કુલ 4 લોકોનાં ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચમા વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી

સમગ્ર મામલે પોલીસ અને ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાર લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પાંચમા વ્યક્તિના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…