AHMEDABAD માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, કોર્પોરેશનના મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા - ahmedabad flooded claims of ahmedabad municipal corporation washed away - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

AHMEDABAD માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, કોર્પોરેશનના મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા

અમદાવાદ : શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જામી ચુક્યો છે. શહેરમાં શ્રીકાર વર્ષા છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અસારવા, પ્રગતીનગર, હાટકેશ્વર, સેટેલાઇટ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા ભાગના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જ્યાં જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં […]
AMC about water logging

અમદાવાદ : શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જામી ચુક્યો છે. શહેરમાં શ્રીકાર વર્ષા છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અસારવા, પ્રગતીનગર, હાટકેશ્વર, સેટેલાઇટ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા ભાગના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જ્યાં જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં ત્યાં બંન્ને છેડે પાણી ભરાઇ ગયા છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવતા સાબરમતિ નદીમાં નવા નીરની આવક થઇ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી હજુ પણ વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

શહેરના વરસાદી હોટસ્પોટ તેવા અસારવા, હાટકેશ્વર, સેટેલાઇટ, વેજલપુર, એસજી હાઇવેનો કેટલોક વિસ્તાર, શાસ્ત્રીનગર, નારણપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને અસારવામાં ગોઠણડુબ પાણી છે તો. હાટકેશ્વરમાં તો કમર કમર સુધીના પાણી ભરાઇ ચુક્યા છે.

પ્રગતિનગર વિસ્તારમાં પાણી

અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદના પગલે શાસ્ત્રીનગર અને પ્રગતીનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાઇ જવાના કારણે સ્થાનિકો ભારે પરેશાન થયા છે. AEC બ્રિજ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાણક્યપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત એસજી હાઇવે અને નરોડા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.

કોર્પોરેશનના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા

અત્રે ઉળ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ વરસાદી પાણીના નિકાલ માટેના મોટા મોટા દાવાઓ કરનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખુલી ચુકી છે. ફરી એકવાર ધોધમાર વરસાદે તમામ દાવાઓ ધોઇ નાખ્યા છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…