ખંભાળિયાથી ઈસુદાન ગઢવીએ બીજા રાઉન્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારથી બમણી લીડ મેળવી
અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની મતગણતરી બાદ ઈસુદાન ગઢવી ભાજપ અને કોંગ્રેસના ઉમદવારોથી ડબલ મતે આગળ ચાલી રહ્યા છે. તેઓ 6848 વોટથી આગળ ચાલી રહ્યા છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને કેટલા વોટ મળ્યા?
ગુજરાત વિધાનસભાની 81 નંબરની બેઠક ખંભાળિયામાં આ વખતે ભારે રસાકસીની સ્થિતિ જોવા મળી રહી છે. ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમને બીજા રાઉન્ડના અંતે 3431 અને ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાને 3631 વોટ મળ્યા હતા. એવામાં બીજા રાઉન્ડમાં પણ સ્પષ્ટ રીતે ઈસુદાન આગળ છે, ત્યારે હવે EVMમાં ઉમેદવારોએ પસંદગીનો કળશ કોના પર ઢોળ્યો છે તેના પર સૌ કોઈની ખાસ નજર રહેશે.
ADVERTISEMENT
ખંભાળિયા બેઠકની વાત કરીએ તો 2017માં આ સીટ કોંગ્રેસના ફાળે રહી હતી. કોંગ્રેસના વિક્રમ માડમ 11,046 વોટના માર્જિનથી જીત્યા હતા. ત્યારે હવે આ બેઠક પર ઈસુદાન ગઢવીએ ઉતારતા અહીં ભારે રસાકસી જોવા મળી રહી છે.
ADVERTISEMENT