દ્વારકાના જગતમંદિર આસપાસ કરાશે કાયા પલટઃ મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન
રજનીકાંત જોશી.દ્વારકાઃ દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ…
ADVERTISEMENT

રજનીકાંત જોશી.દ્વારકાઃ દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. તેમણે કહ્યું હતું કે ટુંક જ સમયમાં દ્વારકાના મુખ્ય મંદિર પાસેના વિસ્તારમાં ફેરફારો કરવાનું કેન્દ્ર અને રાજ્ય સરકાર વિચારી રહી છે.
સુરતથી 297 કિમીનું અંતર 110 મિનિટમાં કાપી મુંબઈ પહોંચ્યું ધડકતું હૃદયઃ અંગદાનથી 7ને નવજીવન
નવીનીકરણની યોજના અમલી થશેઃ CM
તેમણે કહ્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિર આસપાસ ફેરફાર કરવા નું વિચારી રહી છે. જેમાં ભગવાન દ્વારકાધીશની વિશાળ મૂર્તિ અને યાત્રાળુઓની સુવિધા માટે જગત મંદિરના પરિસર આસપાસ પણ અનેક નવિની કરણ કરવાની યોજના પણ આવતા સમયમાં અમલમાં આવશે આ અંગે મંદિર નજીક રહેતા સ્થાનિક લોકોમાં અને વર્ષો થી અહી વેપાર ધંધા કરતા વેપારીઓ માં અનેક ચિંતાઓ છે. માટે અંગે પત્રકારો દ્વારા મુખ્ય મંત્રીને પૂછવામાં આવ્યું હતું તો તેમણે જણાવ્યું કે કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી. જે થશે તે ખૂબ સારું અને તમામ લોકોની આશા કરતાં વધુ ફાયદો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT