Ind Vs SL 1st T20: છેલ્લી ઓવરના છેલ્લા બોલે ભારતનો રોમાંચક વિજય
નવી દિલ્હી : ભારતીય ટીમે નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. શ્રીલંકાને વાનખેડે મેદાન પર પહેલા જ ટી-20 મેચમાં હરાવી દીધા છે. 3 જાન્યુઆરીએ…
ADVERTISEMENT

નવી દિલ્હી : ભારતીય ટીમે નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. શ્રીલંકાને વાનખેડે મેદાન પર પહેલા જ ટી-20 મેચમાં હરાવી દીધા છે. 3 જાન્યુઆરીએ આ મેચમાં બંપર રોમાંચ જોવા મળ્યો, કારણ કે અંતિમ બોલ સુધી આ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. કોણ જીતશે તે અંગે છેલ્લી ઘડી સુધી રસાકસી રહી હતી. આખરે અક્ષર પટેલના કમાલે ભારતીય ટીમને 2 રનથી જીત અપાવી દીધી હતી. ભારત સીરીઝમાં 1-0 થી આગળ થઇ ગયું હતું.
163 રનના ટાર્ગેટ માટે બંન્ને ટીમ વચ્ચે છેલ્લી ઘડી સુધી રસાકસી
ભારતે શ્રીલંકાને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના ફાસ્ટ બોલરોએ શ્રીલંકાને પરેશાન કર્યું હતું. જો કે આખરે શ્રીલંકન મેચને આખરી ઓવર સુધી લઇ જવામાં આવ્યા હતા. અહીં મેચ રોમાંચક મોડ પર પહોંચી ગઇ હતી. જો કે આખરે ભારતીય ટીમે મેચમાં વાપસી કરી અને આખરી બોલ પર જઇને જીત પ્રાપ્ત કરી હતી.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં અક્ષર પટેલને બોલિંગ આપી સૌને ચોંકાવ્યા
શ્રીલંકાને અંતિમ ઓવરમાં જીત માટે માત્ર 13 રનની જરૂર હતી. જો કે તેઓ પોતાની 8 વિકેટ ગુમાવી ચુક્યા હતા. એવામાં ભારત માટે મોટી તક હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ અહીં દરેકને ચોંકાવતા અક્ષર પટેલને અંતિમ ઓવરમાં તક આપી હતી. અક્ષર પર ખુબ જ મોટી જવાબદારી આવી પડી હતી. અક્ષર પટેલે પણ વિશ્વાસને સાચો ઠેરવતા છેલ્લા બોલમાં જ ભારતને રોમાંચક જીત અપાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT