ભરતસિંહનું જ્ઞાતિ કાર્ડ.. કહ્યું અમારી સરકાર આવશે તેમાં ઓબીસી સમાજનો મુખ્ય રોલ હશે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ઓબીસીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પણ આ અંગે મેદાને ઉતાર્યા છે. તેમણે જણાવ્યું કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત OBC હતી. આ 10 ટકા OBC અનામત પણ કાઢી નાખવાની વાત થઈ રહી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એ અમારી મુખ્ય માંગણી છે. કેન્દ્ર અને રાજ્યમાં જે પક્ષની સરકાર છે તે પક્ષ અનામતની જોગવાઈ પૂરી કરવા માંગે છે. અમારી સરકાર આવશે તેમા ઓબીસી સમાજનો મુખ્ય રોલ હશે

કોંગ્રેસની સરકારે ઇન્ક્યુસિવ વિકાસ કર્યો
ચૂંટણીનો સમય છે કોંગ્રેસ પાર્ટી સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે કામ કરતી આવી છે અને કરવાની છે તેમાં પછાત વર્ગ મુખ્ય ધરામાં આવે અને સમાજ ઇન્ક્યુસિવ વિકાસ કરે, સૌ સાથે મળી રહે તે કોંગ્રેસનો અભિગમ છે. વસ્તી ગણતરી થવી જોઈએ, એન કેન પ્રકારે વસ્તીગણતરીનું કામ પૂર્ણ રીતે નથી કરતાં રાજ્યમાં અને કેન્દ્રમાં જે સરકાર છે તેની વિચારધારા ખૂબ જ સ્પષ્ટ છે તે માને છે કે અનામતની જોગવાઈ હોવી ના જોઈએ કે કાઢી નાખવી જોઈએ . તેના ભાગરૂપે આ 10 ટકા કાઢવાની વાત છે. જે વર્ગ 52 ટકા ગુજરાતમાં છે તેનું ડેપલપમેન્ટમાં સુધારો થવો જોઈએ. કોંગ્રેસની સરકારે ઇન્ક્યુસિવ વિકાસ કર્યો છે.

અમારી સરકાર આવશે તેમાં ઓબીસીનો મુખ્ય રોલ
ભાજપે બંધારણ અને પાર્લામેન્ટે ઘડેલા નિર્ણયોનો અમલ નથી કરતી. બક્ષી કમિશને રિપોર્ટ જાહેર કર્યો અને કોંગ્રેસે 27 ટકા અનામતની જાહેરાત કરી. 149 બેઠક જીતેલ સરકારને કોમ કોમ લડાવી, આંતરિક લડાઈ કરાવી અને તે સરકારને ઊઠલાવવાનું પાપ ભાજપના નેતાએ કર્યું છે. સામાજિક સમીકરણના કારણે ભાજપ ગભરાઈ ગયું છે. ભાજપે લોકકલ્યાણ માટે નહીં સત્તા ટકાવવા સરકાર બદલી છે. લોકોની નજર બદલવા સરકાર બદલી છે. 149 બેઠકવાળી કોંગ્રેસ સરકાર ઉથલાવી ફરી અનામત નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો. અમારી સરકાર આવશે તેમાં ઓબીસીનો રોલ મુખ્ય હશે તેમાં કોઈને શંકા નથી. અમારું કામ તમામ સમાજના ઇન્ક્યુસિવ વિકાસનું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT