Hair growth tips: આ એક વસ્તુ ઉગાડી દેશે ટાલ પર નવા વાળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ADVERTISEMENT

ટાલ પર 100 ટકા ઉગશે વાળ!
Hair Regrowth Tonic
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ટાલ પર ફટાફટ ઉગવા લાગશે વાળ

point

આ ઘરેલું ઉપાય તમે પણ અજમાવી જુઓ

point

આમળા, ડુંગળી અને મેથીનો કરો ઉપયોગ

Hair Regrowth Tonic : આજના સમયમાં ટાલ પડવી અને વાળ ખરવા એ એક એવી સમસ્યા બની ગઈ છે જેનાથી સામાન્ય રીતે ઘણા લોકો પરેશાન રહે છે. એક સમય હતો જ્યારે વધતી ઉંમરની સાથે વાળ ખરવા લાગતા હતા, પરંતુ આજના સમયમાં વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા 20-30 વર્ષની ઉંમરમાં જ લોકોને પરેશાન કરવા લાગે છે. નાની ઉંમરમાં જ વાળ ખરવાથી અને ટાલ પડવાથી આત્મવિશ્વાસ ઘટી શકે છે.  જોકે, આ દિવસોમાં ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ અને વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે જે ટાલને દૂર કરવાનો દાવો કરે છે. પરંતુ આ ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી હોય છે. તેથી જ દરેક લોકો તે ટ્રીટમેન્ટ કરાવી શકતા નથી. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઘરેલું નુસ્ખાની મદદ લે છે. ઘરેલું નુસ્ખાની સૌથી સારી વાત એ છે કે તેનાથી કોઈ નુકસાન કે આડઅસર થતી નથી. આજે અમે તમને એક એવો જ ઘરેલું ઉપાય જણાવીશું જે વાળ વધારવામાં મદદ કરી શકે છે.

અમે વાળના રીગ્રોથ માટે આમળાનો ઉપયોગ કરીશું. આ નુસ્ખાની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં જે વસ્તુઓ જરૂરી છે, તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે. તો ચાલો જાણીએ આ રામબાણ ઉપાય બનાવવાની રીત.

 

ADVERTISEMENT

 

આ પણ વાંચોઃ દરેક પરિવારની એક મહિલાને 1 લાખ રૂપિયા, કોંગ્રેસે 'નારી ન્યાય ગેરંટી'ની કરી જાહેરાત; જાણો 5 મોટી ઘોષણાઓ

કઈ કઈ વસ્તુની પડશે જરૂર 

- આમળા - 2-3
- ડુંગળી - 2
- મેથી - 1 ચમચી

ADVERTISEMENT

બનાવવાની રીત

- આ હેર ટોનિક બનાવવા માટે સૌપ્રથમ આમળા અને ડુંગળીને સમારી લો. હવે તેને મિક્સરમાં નાખો અને તેમાં મેથી ઉમેરીને ઝીણી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને સ્ટ્રેનરની મદદથી ગાળી લો અને તેનો રસ અલગ કરો. હવે આ રસને કોટનની મદદથી તે જગ્યાએ લગાવો જ્યાં વાળ ખરી ગયા હોય અને માથાની ચામડી દેખાઈ રહી હોય. 

ADVERTISEMENT

- આ રસ લગાવવાથી નવા વાળ તો ઉગશે જ, સાથે સાથે આ વાળ મજબૂત અને ઘટ્ટ પણ બનશે. તમને જણાવી દઈએ કે જ્યારે આ રસ લગાવ્યા પછી સુકાઈ જાય તો તેને ફરીથી લગાવો. આ રસ લગાવ્યા બાદ માથાની ચામડી પર હળવા હાથે મસાજ કરો. આ રસને 30 મિનિટ સુધી રાખો. 

- આ પછી તેને ધોઈ લો અને વાળ સાફ કરી લો. સારા પરિણામો માટે તમે આ ટોનિકને એક અઠવાડિયા સુધી સતત લગાવી શકો છો. 


નોંધ- કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની એક વખત સલાહ લો. 

    follow whatsapp

    ADVERTISEMENT