ચોમાસામાં ફરવા જતા પહેલા આ વાંચીલો, મુસાફરી દરમિયાન નહીં પડે તકલીફ!
હાલ ચોમાસુ ચાલી રહ્યું છે બીજી તરફ તહેવારોની સીઝન અને વરસાદમાં લોકો ફરવા પણ જતા હોય છે. ત્યારે વરસાદમાં લાંબી મુસાફરી કરતા સમયે કેટલીક વસ્તુની સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. જો ફરવા જતા પહેલા કેટલીક સાવચેતી રાખીને આયોજન કરવામાં આવે તો મુસાફરીનું જોખમ ઘટી જાય છે. ત્યારે જાણો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
ચોમાસામાં મુસાફરી
હાલ ચોમાસુ ચાલી રહ્યું છે બીજી તરફ તહેવારોની સીઝન અને વરસાદમાં લોકો ફરવા પણ જતા હોય છે. ત્યારે વરસાદમાં લાંબી મુસાફરી કરતા સમયે કેટલીક વસ્તુની સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. જો ફરવા જતા પહેલા કેટલીક સાવચેતી રાખીને આયોજન કરવામાં આવે તો મુસાફરીનું જોખમ ઘટી જાય છે. ત્યારે જાણો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ચોમાસામાં ફરવા જતા પહેલા કેવી રીતે કરવું આયોજન?
- વરસાદની ઋતુમાં જોખમી પર્વતીય વિસ્તારોમાં જવાનું ટાળવું. (ભૂસ્ખલનની સમસ્યાના કારણે)
- વરસાદની ઋતુમાં જંગલ વિસ્તારોમાં પ્રવાસ ન કરવો. (સાપ-વીંછી જેવા ઝેરી જીવડાં બહાર આવતા હોય છે)
- ક્યાં જવું, કેવી રીતે જવું, કયા રસ્તે જવું અને ક્યાં રહેવું તે પ્રશ્નો અંગે કોઈ શંકા ન હોવી જોઈએ.
ચોમાસામાં ફરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું?
- જ્યાં જવાનું છે ત્યાંના હવામાનની આગાહી વિશે અપડેટ રાખો (હવામાનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો)
- વધુ પડતો સામાન પેક કરવાનું ટાળો, જરૂરી વસ્તુઓ સાથે રાખવાનું ભૂલશો નહીં
- હળવા અને સુકાવવા માટે સાદા કપડાં પેક કરો. જીન્સ અને હેવી કોટન સાથે ન રાખો.
- વરસાદમાં પલળ્યા બાદ ભીના કપડા ના પહેરવા જોઈએ.
- મુસાફરી કરતી વખતે તમારી કિંમતી વસ્તુઓ જેમ કે આઈપેડ વગેરેને પાણીથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરો.
- વરસાદથી બચવા માટે છત્રી અને રેઈનકોટ જેવી જરૂરી વસ્તુઓ સાથે રાખો.
- કેમેરા અથવા સ્માર્ટફોન જેવા ગેજેટ્સને વરસાદથી બચાવવા માટે વોટરપ્રૂફ કવર રાખો.
- ચોમાસામાં આરામદાયક વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવાથી ફાયદો થશે.
- ટ્રાવેલિંગ દરમિયાન લપસાય તેવા સ્લીપર ના પહેરાવા જોઈએ.
- ચોમાસામાં ખાવા-પીવામાં સાવધાની રાખો, સ્વચ્છ રેસ્ટોરન્ટમાં હંમેશા હળવો ખોરાક ખાઓ.
- સ્ટ્રીટ ફૂડ, ફાસ્ટ ફૂડ અને તળેલો ખોરાક ખાવાથી દૂર રહેવું.
- તમારી સાથે મેડિકલ કીટ રાખવાની ખાતરી કરો (કટોકટીની સ્થિતિમાં ઉપયોગી થશે)
- શરદી, ઉધરસ, ઉલ્ટી-ઝાડા, તાવની દવા, બેન્ડ-એઇડ્સ મેડિકલ કીટમાં રાખવી જોઈએ.
- હવામાન-ઈકોલોજીને ધ્યાનમાં રાખીને ડોક્ટરની સલાહ લેવી જરૂરી
- સ્પીડ ડાયલ પર ઈમરજન્સી હેલ્પલાઈન નંબર રાખો.
- જ્યારે ભારે વરસાદ હોય ત્યારે બાઇક અથવા કાર ચલાવવાનું ટાળો.
- મુસાફરી કરતા પહેલા કારના વાઇપર્સ તપાસવાની ખાતરી કરો.
- લપસણો સપાટી અથવા વળાંકો પર ધીમેથી વાહન ચલાવો.
- તમારી હેડલાઇટ ચાલુ રાખો. જેથી ભારે વરસાદ છતાં તમારી કાર દેખાઈ શકે.
- આવા હવામાનમાં પણ, ડ્રાઇવિંગ કરતા પહેલા તમારું ઇંધણ, બ્રેક્સ, ટાયર અને વાઇપર તપાસવાનું ભૂલશો નહીં.
- નદી, તળાવ, કેનાલ, ધોધ-ઝરણાં પાસે ના જવું.
- ચોમાસામાં નીચાણવાળી જગ્યાએ કેમ્પિંગ ના કરવું.
- જંગલ અને વૃક્ષો વાળા વિસ્તારમાં ઝેરી જંતુઓથી સાવધ રહો.
આ પણ વાંચો
ADVERTISEMENT
ADVERTISEMENT