Health Tips: બદલાતી ઋતુમાં વધ્યો બીમારીનો ખતરો, આ 5 ફૂડ્સથી વધશે ઈમ્યૂનિટી
Immunity boosting foods: બદલાતી ઋતુમાં આપણે શરદી, ઉધરસ, ફ્લૂ અને તાવ સહિત અનેક બીમારીઓનો શિકાર બની શકીએ છીએ, આવી સ્થિતિમાં આપણા માટે રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યૂનિટી)…
ADVERTISEMENT
Immunity boosting foods: બદલાતી ઋતુમાં આપણે શરદી, ઉધરસ, ફ્લૂ અને તાવ સહિત અનેક બીમારીઓનો શિકાર બની શકીએ છીએ, આવી સ્થિતિમાં આપણા માટે રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યૂનિટી) વધારવી ખૂબ જ જરૂરી બની જાય છે. જોકે, હેલ્ધી ફૂડ ખાવાથી બીમારીથી મુક્ત રહેવાની 100% ગેરંટી નથી મળતી, પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચાલો જાણીએ શિયાળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ વધારતા ફૂડ્સ
ખાટાં ફળો
નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટાં ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, આ પોષક તત્ત્વ એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે, જે સંક્રમણ સામે લડવા માટે જરૂરી વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. ખાટાં ફળોના સેવનથી શરીરને વિટામિન સીની જરૂરી માત્રા મળી શકે છે, જે તમને અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં મદદ કરી શકે છે.
લસણ
લસણ ફક્ત વાનગીઓનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તે બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ છે. તેમાં એલિસિન હોય છે, જે એક એવું કંપાઉન્ડ છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો માટે જાણીતું છે. તમે લસણને ડાયરેક્ટ પણ ખાઈ શકો છે અથવા લસણની ચા પણ પી શકો છો.
ADVERTISEMENT
દહીં
પ્રોબાયોટીક્સ, જે દહીંમાંથી મળી આવે છે, તે જીવંત બેક્ટેરિયા હોય છે જે તમારા પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સ્વસ્થ પેટ મજબૂત ઈમ્યૂનિટી માટે જરૂરી છે. પ્રોબાયોટીક્સ હેલ્ધી બેક્ટેરિયાના સંતુલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે બદલામાં તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
પાલક
પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા વિટામિન્સ અને મિનરલ્સનો એક રિચ સોર્સ છે, જેમાં વિટામિન સી અને ફોલેટ સામેલ છે. આ પોષક તત્વ શરીરને સંક્રમણ સામે લડવા અને નવા કોષોના નિર્માણ કરવામાં મદદ કરે છે. પાલકમાં એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જે જૂની બીમારીઓના જોખમને ઘટાડી શકે છે અને રોગ પ્રતિકારકશક્તિને વધારી શકે છે.
ADVERTISEMENT
બદામ
બદામ એ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જેમાં વિટામિન E હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તેમાં મળી આવતું વિટામિન E રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં અને મજબૂત કરવામાં મદદ કરે છે. આ માટે રોજ એક મુઠ્ઠી પલાળેલી બદામ ખાઓ.
ADVERTISEMENT
ADVERTISEMENT