Health Tips: શિયાળામાં સ્વાસ્થ્ય માટે રામબાણ છે આમળા, દરરોજ ખાવાથી થશે શરીરને ઘણા ફાયદા

ADVERTISEMENT

gujarattak
social share
google news

શિયાળાની ઋતુમાં ઘણા ફળો અને શાકભાજીઓ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળું પણ એક એવું જ ફળ છે, જેનું સેવન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. આમળાનું અથાણું અથવા મુરબ્બો, માત્ર સ્વાદમાં જ અદભુત નથી, પરંતુ તેના રોજિંદા સેવનથી આંખો અને ત્વચાની સાથે સાથે અન્ય અવયવોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નિષ્ણાંતો ડાયાબિટીસ જેવી બીમારીમાં આમળાના જ્યુસનું સેવન કરવાની સલાહ આપે છે. સ્ટડી દર્શાવે છે કે આમળામાં ઘણા એવા પોષક તત્વો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે, જેને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે શિયાળાની ઋતુમાં દરરોજ એક આમળાના સેવનની ટેવ પાડવી જોઈએ. આ નાનું ફળ કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન-સીથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભ વિશે.

એન્ટીઓક્સિડેન્ટ્સથી હોય છે ભરપૂર

એવું માનવામાં આવે છે કે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર આહાર અમુક પ્રકારના કેન્સર, હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. આમળામાં ઘણા પ્રકારના અસરકારક એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, તેથી તેનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

આમળાના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. આમળામાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોય છે જે તમારા લોહીના પ્રવાહમાં સુગરના શોષણને ધીમું કરે છે, જે બ્લડ સુગરના લેવલને વધતું અટકાવે છે. આમળામાં હાજર પોલિફેનોલ્સ શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ક્રોનિક હેલ્થ કન્ડિશનને વધતા અટકાવે છે. આમળા શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિક્રિયાશીલ બનાવે છે. આ ઇન્સ્યુલિનનું શોષણ વધારે છે. આ રીતે બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.

હૃદય રોગ સામે મળે છે સુરક્ષા

આમળા જેવા ફળોના સેવનથી હૃદયરોગનું જોખમ ઘટે છે. આમળામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. એન્ટીઓક્સિડન્ટ્સ લોહીમાં એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. આમળાનું રોજ સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

ADVERTISEMENT

વધારે છે રોગપ્રતિકારક શક્તિ

આમળા પોલીફેનોલ્સ અને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે. તે ઓક્સિડેટીવ તણાવ સામે પણ રક્ષણ આપે છે. તે વધુ સારી રીતે મેટાબોલિઝમ જાળવવામાં મદદ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT