Covid vaccination : શું કોરોના વેક્સિનના કારણે યુવાનોના રહસ્યમય મોતના કિસ્સાઓ વધ્યા છે? સરકારે કર્યો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Covid vaccination did not increase risk of sudden death : ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સામે આવ્યું છે કે ભારતમાં યુવાનોમાં અચાનક રહસ્યમય મોત પાછળ કોરોનાની વેક્સિન જવાબદાર નથી. આજે લોકસભામાં સરકારે આ અંગે જાણકારી આપી હતી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયા પછી રહસ્યમય મૃત્યુ પાછળ પારિવારિક કારણ અને જીવનશૈલીના પરિબળો મુખ્ય રીતે જવાબદાર છે.

શું વધતા હાર્ટ એટેકના કેસ પાછળ કોરોના વેક્સિન જવાબદાર?

દેશમાં કોરોના વેક્સિન આપ્યા બાદ હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે તો શું તેમના વચ્ચે કોઈ કડી છે કે કેમ તે અંગેના પ્રશ્નનો મંત્રી જવાબ આપ્યો હતો.માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડથી સંક્રમિત થયા પછી કેટલાક લોકોના અચાનક મૃત્યુ નોંધાયા છે, પરંતુ આવા મૃત્યુ પાછળ કોરોના વેક્સિન જવાબદાર છે તે અંગે કોઈ પુષ્ટિ કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી અને icmr ના અભ્યાસમાં પણ આ વાતને નકારવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ કોરોના વેક્સિનને લઈ આપી જાણકારી

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 12 થી 14 વર્ષની વયના બાળકોમાં Corbevax રસીની આડઅસર અંગેના અન્ય અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે તે કેટલીક હળવી આડઅસરો સાથે સલામત રસી છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર, સંક્રમણમાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,44,68,459 થઈ ગઈ છે. તે જ સમયે દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડની રસીના 220.67 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT